મહાકાલેશ્વરની નગરી ઉજ્જૈન નગરીમાં ભારે વરસાદ ખાબક્યો છે. શુક્રવારે મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો . લો પ્રેસર સીસ્ટમ હાલ મધ્યપ્રદેશ પર છે અને હવામાન વિભાગે આગાહી પણ કરી છે તે પ્રમાણે ઉજૈનમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું અને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘુસ્યા છે. ઉજ્જૈન નગરીમાં આવેલા અનેક મંદિરો પાણીમાં ગરકાવ છે. ઉજ્જૈન સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, સૌરાષ્ટ્ર, કચ્છ, મરાઠવાડા, કોંકણ અને ગોવા માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર મુશળધાર વરસાદ શરૂ થયો છે પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ દિવસમાં અહીં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે ઉજ્જૈનમાં ભારે વરસાદ ખાબક્યો છે. ઉજ્જૈનમાં વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ના દ્રશ્યો સામે આવ્યા છે

IMD એ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, ‘પશ્ચિમ મધ્ય પ્રદેશ રેડ એલર્ટ પર છે કારણ કે 17 સપ્ટેમ્બર સુધી અત્યંત ભારે વરસાદ સહિત અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે . હાલ મળતી માહિતી પ્રમાણે ઇન્દોર નગરી જળમગ્ન થઇ છે. , જ્યારે રાયસેન, નર્મદાપુરમ, ખરગોન, છિંદવાડા, બુરહાનપુર, હરદા અને બેતુલ જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. આ સાથે હવામાન વિભાગે શનિવાર બપોર સુધી ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.આ સાથે હવામાન વિભાગે શનિવાર બપોર સુધી ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેમાં છિંદવાડા, સિવની, રાયસેન, નર્મદાપુરમ, બેતુલ, હરદા, બુરહાનપુર અને ખરગોન જિલ્લાનો સમાવેશ થાય છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે રાજ્યમાં હજુ થોડા દિવસો સુધી આવી જ સ્થિતિ રહેશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે લો પ્રેશર સિસ્ટમ જમીન વિસ્તારમાં આગળ વધી મધ્યપ્રદેશ સુધી આવે તો ગુજરતમાં ચોક્કસ વરસાદ પડશે . અત્યારે હાલ તો એક સારા સમાચાર એ છેકે વાતાવરણમાં ભેજ વધ્યો છે અને અનેક જિલ્લાઓમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીની સાથે મેઘરાજા પણ આવી ચડ્યા છે અને ભાકોને ભીંજવી રહ્યા છે. હવામના જાણકારોના મત મુજાવ વરસાદ માટે હવે ગુજરાત પર લો પ્રેશરની અસર અલગ અલગ વર્તાઈ શકે.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદે છેલ્લા ઘણા વર્ષોના રેકોર્ડ તોડ્યા છે . રાજ્યની અનેક નદીઓ અને નાળાઓ તણાઈ રહ્યા છે. આગાહી પ્રમાણે વરસાદને કારણે લોકોને ઘરોમાં રહેવાની ફરજ પડી છે. અનેક જિલ્લામાં ભારે વરસાદને કારણે સંપર્ક તૂટી ગયો છે. ખરગોનના દહિવર ગામને જોડતી કરમ નદીના પુલ પરથી લગભગ ચાર ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે. રસ્તો બંધ થવાના કારણે બ્રિજની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. ઉજ્જૈનમાં અનેક મંદિરો પાણીમાં ગરકાવ થયા છે .. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ અતિ ભારે વરસાદ ખાબકશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.