IndiGo : મુંબઈ એરપોર્ટના રનવે પર ભોજન કરતા મુસાફરોનો વીડિયો વાયરલ થયા બાદ 16 જાન્યુઆરીએ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટને કારણ દર્શક નોટિસ જારી કરી હતી. આ વીડિયો જોયા બાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઈકાલે 15 જાન્યુઆરી મંત્રાલયના તમામ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જે બાદ આ અંગે કાર્યવાહી કરવામાં આવી છે.

IndiGo : BCAS દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, IndiGo અને MIAL બંનેએ સ્થિતિનું અનુમાન લગાવવામાં અને એરપોર્ટ પર મુસાફરો માટે યોગ્ય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યાં. એરક્રાફ્ટને સંપર્ક સ્ટેન્ડના બદલે રિમોટ C-33 ફાળવવામાં આવ્યું હતું. આનાથી મુસાફરોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. એટલું જ નહીં, તેમને ટર્મિનલ પર રેસ્ટ રૂમ અને રિફ્રેશમેન્ટ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવી ન હતી.
IndiGo : શું છે સમગ્ર ઘટના?

આ ઘટના 14મી જાન્યુઆરીએ બની હતી. IndiGo ની ફ્લાઈટ નંબર 6E2195 રવિવારે ગોવાથી દિલ્હી જવા ઉડાન ભરવાની હતી પરંતુ લો વિઝિબિલિટીના કારણે ફ્લાઈટને 12 કલાકના વિલંબ બાદ મુંબઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.
જોકે, આ અંગે IndiGoએ એક નિવેદન જારી કરીને આ ઘટના માટે માફી માંગી હતી. ઈન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઈટને મુંબઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.
યાત્રીઓનો ભોજન કરતો વીડિયો વાયરલ
જે બાદ મુંબઈ એરપોર્ટના રનવે પર બેસીને ભોજન લેતા કેટલાક મુસાફરોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં કહેવામાં આવી રહ્યું હતુ કે, આ તમામ મુસાફરો ગોવાથી દિલ્હી જઈ રહ્યા હતા. ફ્લાઈટ ઈન્ડિગોની હતી. 12 કલાકના વિલંબ બાદ આ ફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ આવી હતી. આ પછી, કેટલાક મુસાફરો રનવે પર આરામ કરવા લાગ્યા અને કેટલાક મુસાફરો ત્યાં બેસીને ભોજન કરવા લાગ્યા હતા.
આપ આ પણ વાંચી શકો છો