Ayodhya Ram mandir :  વડાપ્રધાન મોદી નહિ હોય રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન. આ વ્યક્તિ કરશે મુખ્ય પૂજાપાઠ  

0
126
Ayodhya Ram mandir
Ayodhya Ram mandir

Ayodhya Ram mandir : અયોધ્યામાં 22 જાન્યુઆરીને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે, પ્રાણપ્રતિષ્ઠાને લઈને એક મહત્વની જાણકારી સામે આવી છે,  અત્યાર સુધી સમાચાર હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠામાં મુખ્ય યજમાન હશે, પરંતુ નવી માહિતી મુજબ  PM મોદી નહિ પરંતુ શ્રી રામ ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા આ કાર્યક્રમમાં મુખ્ય યજમાન તરીખે પૂજા કરશે.

narendra modi

Ayodhya Ram mandir : શ્રી રામ ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા મુખ્ય યજમાન તરીખે પૂજા કરશે.

Ayodhya Ram mandir : પ્રાણ પ્રતિષ્ઠાનુ મુહુર્ત કાઢનારા પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કરનારા પંડિત લક્ષ્મીકાંત દીક્ષિત અને રામાનંદ સંપ્રદાયના શ્રીમઠ ટ્રસ્ટના મહાસચિવ સ્વામી રામવિનય દાસે દાવો કર્યો છે કે પીએમ મોદી મુખ્ય યજમાન નહિ હોય પરંતુ મુખ્ય યજમાન સાથે પૂજાના બધા વિધિ વિધાન પણ અનિલ મિશ્રા કરશે. અનિલ મિશ્રા પોતાની પત્ની મુખ્ય યજમાન તરીકે ભાગ લેશે. અને તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ કરશે.

anil mishra

Ayodhya Ram mandir : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની મૂર્તિનો અભિષેક થશે. રામનગરી અયોધ્યા અત્યારે દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. રામ મંદિરમાં ભગવાન રામલલાના અભિષેકની થઈ રહેલ તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરના ગર્ભગૃહમાં રામલ્લાનો અભિષેક કરવામાં આવશે. ગર્ભગૃહને સુવર્ણ દરવાજા લગાવી સંપૂર્ણ રીતે સુશોભિત કરવામાં આવ્યું છે.  17 જાન્યુઆરીએ ભગવાન રામલલા તેમના મંદિરમાં પ્રવેશ કરશે અને બીજા દિવસે તેઓ પોતે ગર્ભગૃહમાં પ્રવેશ કરશે. આ દરમિયાન મંદિર પરિસરમાં યજ્ઞ અને હવન ચાલુ રહેશે. પૂજાને ધ્યાનમાં રાખી મંદિરને સરયૂ પાણીથી ધોવામાં આવ્યું હતું.

GDjcBhEXkAAO1sC 1

Ayodhya Ram mandir : અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાનો અભિષેક કરવામાં આવશે. આ માટે આજે વિશેષ પૂજા સાથે અભિષેક વિધિનો પ્રારંભ થઈ ગયો છે . આવતીકાલે બુધવારે 17મી જાન્યુઆરીએ ભગવાન રામલલાની મૂર્તિ રામ મંદિરમાં પ્રવેશ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે અને 22 જાન્યુઆરીએ ધાર્મિક વિધિનો ભાગ બનશે. કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની પ્રતિમા ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.  

આપ આ પણ વાંચી શકો છો

Ayodhya live telecast : અયોધ્યા મંદિરનું લાઇવ પ્રસારણ તમે અહી જોઈ શકશો. સરકારે બનાવ્યો આ પ્લાન !!


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.