ભારતના પ્રથમ ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીના પ્રપૌત્રની ભાજપમાં એન્ટ્રી

0
37

સી.આર કેશવને કેસરિયો ખેસ ધારણ કર્યો

રામસેતુ નિર્માણમાં ખિસકોલીએ જે યોગદાન આપ્યું તે કામ હું ચાલુ રાખીશ : કેશવન

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી ૨૦૨૪ને લઈને પોતાની રણનીતિ પર કામે લાગી ગઈ છે. ભાજપ દિવસેને દિવસે વધુ મજબૂત થઇ રહી છે. તાજેતરમાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા એ.કે એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. તે વચ્ચે વધુ એક દિગ્ગજ નેતાના પ્રપૌત્રની ભાજપમાં એન્ટ્રી થઇ છે. કોંગ્રેસના પૂર્વ નેતા અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીના પ્રપૌત્ર સી. આર કેશવને કેસરિયો ખેસ ધારણ કર્યો છે. કેશવન વી.કે સિંહ, અનિલ બલુની અને પ્રેમ શુક્લાની હાજરીમાં ભાજપમાં સામેલ થયા હતા. ભાજપમાં જોડાયા બાદ તેમણે કહ્યું છે કે, “ભારતને 2047 સુધીમાં વિશ્વ નેતા બનાવવાની દિશામાં હું કામ કરીશ. રામ સેતુના નિર્માણમાં ખિસકોલીએ જે યોગદાન આપ્યું હતું, તે જ યોગદાન હું આપવાનું ચાલુ રાખીશ.”