નવા સંસદ ભવનને લઇ પાકીસ્તાનના સવાલ પર ભારતનો સ્પષ્ટ જવાબ

0
65

‘અખંડ ભારત’નો ફોટો અશોક સામ્રાજ્યની સીમાને દર્શાવે છે : એસ. જયશંકર

પાકિસ્તાન આ વાતને નહીં સમજી શકે : એસ. જયશંકર

ભારતના નવા સંસદ ભવનમાં લાગેલા ‘અખંડ ભારત’ના નકશાને જોઈને પાડોશી દેશો ભડક્યા છે. પાકિસ્તાન, ભૂટાન, નેપાળ અને બાંગ્લાદેશે આ અંગે ભારત પાસે સ્પષ્ટીકરણ માંગ્યું હતું. જેના પર ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું છે કે, “ભારતીય સંસદમાં લગાવવામાં આવેલા અખંડ ભારતનો ફોટો અશોક સામ્રાજ્યની સીમાને દર્શાવે છે. અમે તેમને જણાવી દીધું છે અને તે સમજી પણ ગયાં છે. જોકે પાકિસ્તાન આ વાતને નહીં સમજી શકે. કારણ કે, તેની પાસે સમજવાની શક્તિ જ નથી. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના મામલામાં અમે સ્પષ્ટ છીએ. દેશ, સંસદ અને અમારો દ્રષ્ટિકોણ બદલવાનો નથી.” મહત્વનું છે કે, ભારતના નવા સંસદ ભવન પર પાકિસ્તાને કહ્યું હતું કે, “ભારતની સંસદમાં આ નકશાને જોઈને અમે ચોંકી ગયા છીએ. ભારતનું આ પગલું વિસ્તારવાદી વિચારધારા દર્શાવે છે.”