#IndianCricketTeam :  વિશ્વવિજેતા ટીમ ઇન્ડિયાએ કરી વડાપ્રધાન મોદી સાથે મુલાકાત, PMએ હસતા હસતા ખેલાડીઓ સાથે કરી ચર્ચા  

0
113
#IndianCricketTeam
#IndianCricketTeam

#IndianCricketTeam :  વિશ્વ વિજેતા ટીમ ઇન્ડિયા વિશ્વકપ જીતીને ભારત આવી ગઈ છે, ભારતમાં પહોંચતાની સાથે જ દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીય ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી છે. ટીમ ઈન્ડિયાએ પીએમ આવાસ પર વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારતીય ખેલાડીઓએ નાસ્તો કર્યો અને વડાપ્રધાન સાથે વાત પણ કરી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. ભારતીય ખેલાડીઓ અને વડા પ્રધાન મોદી વાતચીત દરમિયાન ખૂબ જ હસતા જોવા મળ્યા હતા.  

#IndianCricketTeam

#IndianCricketTeam :  વડાપ્રધાને ચેમ્પિયન ખેલાડીઓ અને ટ્રોફી સાથે તસવીરો પણ ખેંચાવી હતી. આ પછી ભારતીય ખેલાડીઓ બસમાં બેસીને દિલ્હી એરપોર્ટ જવા રવાના થયા હતા. અહીંથી ભારતીય ખેલાડીઓ મુંબઈ જશે. ત્યાં મુંબઈમાં મરીન ડ્રાઈવથી  લઈને વાનખેડે સ્ટેડિયમ સુધી વિજય પરેડમાં ભારતીય ખેલાડીઓ સામેલ થશે.

#IndianCricketTeam : શું છે વિડીયોમાં ?

#IndianCricketTeam સામે આવેલા વિડીઓમાં શરૂઆત રોહિત શર્માની ટ્રોફી સાથે એન્ટ્રીથી થાય છે. આ પછી બાકીના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પણ અંદર પહોંચી જાય છે. જેમાં રાહુલ દ્રવિડ, વિરાટ કોહલી, ઋષભ પંત જેવા ખેલાડીઓનો જોવા મળે છે.

#IndianCricketTeam

આ પછી વડાપ્રધાન પ્રવેશ કરે છે. T20 વર્લ્ડ કપની ટ્રોફી ટેબલ પર મુકેલી બતાવવામાં આવી છે. આ પછી આખી ટીમ વડાપ્રધાન મોદી સાથે ફોટો પડાવતી જોવા મળી રહી છે. ત્યારબાદ  રોહિત અને દ્રવિડ વડાપ્રધાનને ટ્રોફી સોંપતા દેખાય છે. જય શાહ અને BCCI પ્રમુખ રોજર બિન્ની પાછળ જોવા મળે છે.આ પછી ભારતીય ખેલાડીઓને મીટિંગ હોલમાં બેસાડવામાં આવે છે. વડાપ્રધાન પોતે વચ્ચે બેસીને ખેલાડીઓ સાથે વાત કરતા જોવા મળે છે. આ દરમિયાન ખેલાડીઓ અને વડાપ્રધાન મોદી હસતા જોવા મળે છે.

#IndianCricketTeam

#IndianCricketTeam :  વડાપ્રધાન મોદી યુઝવેન્દ્ર ચહલ તરફ પણ કેટલાક સંકેતો આપે છે. આના પર રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત તમામ ખેલાડીઓ જોરથી હસી પડ્યા. વડાપ્રધાન પણ જોર જોરથી હસતા જોવા મળ્યા હતા.ત્યારબાદ એક પછી એક તમામ ખેલાડીઓ વડાપ્રધાન મોદી સાથે તેમના અનુભવો અને તેમની સફર શેર કરતા જોવા મળ્યા. પૂર્વ મુખ્ય કોચ દ્રવિડ પણ વડાપ્રધાનની સામે પોતાના વિચારો રજૂ કરતા જોવા મળ્યા હતા. હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ પણ વડાપ્રધાન સાથે વાત કરતા જોવા મળ્યા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો