ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ

0
180
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ

 ફાઇનલમાં શ્રીલંકાને 19 રનથી હરાવ્યું

ફાઈનલમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ જીત્યો છે. એશિયન ગેમ્સ 2023માં મહિલા ક્રિકેટ ઈવેન્ટની ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.  આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર માત્ર 116 રન જ બનાવી શકી હતી. આ પછી બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ભારતે શ્રીલંકાને 20 ઓવરમાં 97 રનના સ્કોર પર સિમિત રાખીને  ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. 18 વર્ષીય તિતાસ સાધુએ ભારત તરફથી બોલિંગમાં સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે રાજેશ્વરી ગાયકવાડે 2 વિકેટ પોતાના નામે કરી હતી. ટીમ ઈન્ડિયાની બેટિંગમાં જેમિમાહ રોડ્રિગ્ઝે 42 રન અને સ્મૃતિ મંધાનાએ 46 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી.

 ગોલ્ડ મેડલ મેચમાં 117 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમની ઇનિંગ્સની શરૂઆત કરવા અનુષ્કા સંજીવની કેપ્ટન ચમારી અટાપટ્ટુ સાથે મેદાનમાં આવી હતી. કેપ્ટન અટાપટ્ટુએ ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં 12 રન બનાવીને ટીમને ઝડપી શરૂઆત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી ભારત માટે ઈનિંગની ત્રીજી ઓવર નાખવા આવેલી 18 વર્ષની ફાસ્ટ બોલર તિતાસ સાધુએ પહેલા જ બોલ પર અનુષ્કા સંજીવનીની વિકેટ લઈને 13ના સ્કોર પર શ્રીલંકાની ટીમને પહેલો ઝટકો આપ્યો હતો. .

તિતાસ સાધુએ એ જ ઓવરના ચોથા બોલ પર વિશ્મી ગુણારત્નેને શૂન્યના સ્કોર પર આઉટ કરીને શ્રીલંકાને બીજો ઝટકો આપ્યો હતો. એક પછી એક 2 વિકેટ ગુમાવ્યા બાદ શ્રીલંકન ટીમ પર દબાણ વધી ગયું હતું. પોતાની બીજી ઓવરમાં તિતાસે શ્રીલંકાના કેપ્ટન ચમારી અટાપટ્ટુને 12ના અંગત સ્કોર પર પેવેલિયન મોકલીને શ્રીલંકન ટીમને સૌથી મોટો ઝટકો આપ્યો હતો. પ્રથમ 6 ઓવરમાં શ્રીલંકાની ટીમ 3 વિકેટના નુકસાન પર માત્ર 28 રન જ બનાવી શકી હતી.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ