Indian Railways Offers :નવા વર્ષના આગમન સાથે જ ભારતીય રેલવેએ સામાન્ય મુસાફરોને મોટી રાહત આપી છે. જનરલ કોચમાં મુસાફરી કરનાર મુસાફરો માટે ટિકિટના ભાડામાં સીધો ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યો છે. રેલ મંત્રાલયના નવા નિર્ણય મુજબ, જો મુસાફરો ‘RailOne’ એપ દ્વારા ઓનલાઇન જનરલ ટિકિટ બુક કરાવશે, તો તેમને ટિકિટના ભાવમાં 3 ટકાની ખાસ છૂટ મળશે.
Indian Railways Offers :14 જાન્યુઆરી 2026થી મળશે ડિસ્કાઉન્ટ

રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ખાસ ઓફરની શરૂઆત 14 જાન્યુઆરી 2026થી થશે. જનરલ કોચ માટે ઓનલાઇન ટિકિટ બુક કરાવતા મુસાફરોને આપમેળે ટિકિટના ભાડામાં જ ડિસ્કાઉન્ટ મળશે, જેથી મુસાફરી વધુ કિફાયતી બનશે.
Indian Railways Offers :છ મહિના માટે પ્રાયોગિક ધોરણે અમલ
આ ડિસ્કાઉન્ટ યોજના પ્રાયોગિક ધોરણે છ મહિના માટે લાગુ કરવામાં આવી છે.
- શરૂઆત: 14 જાન્યુઆરી 2026
- અંત: 14 જુલાઈ 2026
રેલવે આ સમયગાળા દરમિયાન યોજનાની અસર અને પ્રતિસાદનો અભ્યાસ કરશે.
કોઈપણ ડિજિટલ પેમેન્ટ પર મળશે છૂટ

હવે સુધી માત્ર R-Wallet દ્વારા પેમેન્ટ કરવા પર 3 ટકાનું કેશબેક મળતું હતું. પરંતુ નવા નિયમ મુજબ હવે મુસાફરો
UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે નેટ બેંકિંગ જેવા કોઈપણ ડિજિટલ પેમેન્ટ માધ્યમથી ચૂકવણી કરશે તો તેમને સીધો 3 ટકાનો ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે કેશબેક નહીં, પરંતુ ટિકિટના ભાવમાં જ તરત ઘટાડો થશે.
ડિજિટલ બુકિંગને પ્રોત્સાહન આપવાનો હેતુ
રેલવે અધિકારીઓનું કહેવું છે કે આ યોજના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય
- ટિકિટ બારીઓ પર થતી ભીડ ઘટાડવી
- વધુમાં વધુ લોકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ વાળવા
મહત્વનું છે કે આ વિશેષ છૂટ માત્ર ‘RailOne’ એપ પર જ ઉપલબ્ધ રહેશે. અન્ય કોઈ એપ કે પ્લેટફોર્મ પર આ ડિસ્કાઉન્ટ લાગુ નહીં પડે. સાથે સાથે R-Wallet દ્વારા મળતું જૂનું કેશબેક પણ યથાવત રહેશે.
નવા વર્ષે રેલવેની આ પહેલથી કરોડો જનરલ મુસાફરોને સીધો લાભ મળશે અને ડિજિટલ ઇન્ડિયાને પણ વધુ વેગ મળશે.


