Indian Railways 2026: ભારતીય રેલવે નાણાકીય વર્ષ 2026-27માં મુસાફરો માટે સુવિધાઓનો પિટારો ખોલવા જઈ રહ્યું છે. રેલ મંત્રાલય દ્વારા મુસાફરીને વધુ હાઈ-ટેક, આરામદાયક અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે 8 મહત્વના ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી મોટો ફેરફાર ટિકિટ રિફંડના નિયમોમાં કરવામાં આવ્યો છે.

Indian Railways 2026: 1. ટિકિટ રિફંડના નિયમો થયા કડક
નવા નિયમો મુજબ, હવે મુસાફરોએ ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવવી પડશે તો જ રિફંડ મળશે. અગાઉ આ સમયમર્યાદા 4 કલાકની હતી.
- 8 કલાકથી ઓછા સમયમાં: કોઈ રિફંડ મળશે નહીં.
- 24 થી 8 કલાકની વચ્ચે: માત્ર 50% રકમ પરત મળશે.
- અમલીકરણ: આ નવો નિયમ 15 એપ્રિલ સુધીમાં લાગુ થઈ જશે.

Indian Railways 2026: 2. કોઈપણ સ્ટેશનેથી કેન્સલ થશે કાઉન્ટર ટિકિટ
રેલવેએ મુસાફરોની હાલાકી દૂર કરતા નિર્ણય લીધો છે કે હવે કાઉન્ટર ટિકિટ રદ કરાવવા માટે જે-તે સ્ટેશન પર જવાની જરૂર નથી. તમે દેશના કોઈપણ રેલવે સ્ટેશનના કાઉન્ટર પર જઈને તમારી ટિકિટ રદ કરાવી રિફંડ મેળવી શકશો.
Indian Railways 2026: 3. ચાર્ટ બન્યા પછી પણ બદલી શકાશે બોર્ડિંગ સ્ટેશન
હવે જો તમે નિર્ધારિત સ્ટેશનથી ટ્રેન ચૂકી જાવ, તો ગભરાવાની જરૂર નથી. ટ્રેન ઉપડવાના 30 મિનિટ પહેલા સુધી તમે ડિજિટલ માધ્યમથી તમારું બોર્ડિંગ સ્ટેશન બદલી શકશો અને આગળના સ્ટેશનથી તમારી કન્ફર્મ સીટ પર મુસાફરી ચાલુ રાખી શકશો.

Indian Railways 2026: 4. રનિંગ ટ્રેનમાં ક્લાસ અપગ્રેડની સુવિધા
મુસાફરો હવે ટ્રેન છૂટવાના અડધા કલાક પહેલા સુધી પોતાની ટિકિટને સ્લીપરથી AC ક્લાસમાં અપગ્રેડ કરાવી શકશે. આ સુવિધા પહેલા માત્ર ચાર્ટ બનતા સુધી જ ઉપલબ્ધ હતી.
Indian Railways 2026: 5. દેશમાં દોડશે પ્રદૂષણ મુક્ત ‘હાઈડ્રોજન ટ્રેન’
ભારતની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનનું ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. આ ટ્રેન ધુમાડો નહીં પણ પાણીની વરાળ છોડશે. 10 કોચ ધરાવતી આ દુનિયાની સૌથી લાંબી અને શક્તિશાળી (2400kW) હાઈડ્રોજન ટ્રેન હશે, જે સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી હશે.

6. 12 નવી ‘વંદે ભારત સ્લીપર’ ટ્રેનોની ભેટ
લાંબા અંતરની મુસાફરી માટે રેલવે આ વર્ષે 12 નવી વંદે ભારત સ્લીપર ટ્રેનો શરૂ કરશે.
- ભાડું: ગુવાહાટી-હાવડા રૂટ પર થર્ડ ACનું ભાડું માત્ર ₹2,300 રાખવામાં આવ્યું છે, જે હવાઈ ભાડા (₹6000-8000) કરતા ઘણું ઓછું છે.
- ઉત્પાદન: ભારત-રશિયાનું સાહસ 120 ટ્રેનો અને ટીટાગઢ રેલ સિસ્ટમ્સ 80 ટ્રેનો બનાવી રહી છે.
7. સ્ટેશનો પર ભીડમાંથી મુક્તિ: 75 નવા હોલ્ડિંગ એરિયા
નવી દિલ્હી સ્ટેશનની તર્જ પર દેશના અન્ય 75 મુખ્ય સ્ટેશનો પર કાયમી ‘યાત્રી સુવિધા કેન્દ્ર’ (હોલ્ડિંગ એરિયા) બનાવવામાં આવશે. જેથી મુસાફરોએ પ્લેટફોર્મ પર ભીડમાં ઉભા રહેવું નહીં પડે અને ત્યાં બેસીને ટ્રેનની રાહ જોઈ શકશે.
8. 100% ઇલેક્ટ્રિફિકેશનનું લક્ષ્ય
ભારતીય રેલવેનું બ્રોડ ગેજ નેટવર્ક હવે સંપૂર્ણપણે વીજળીકરણ થવાના આરે છે. હાલમાં 99.2% નેટવર્ક વીજળીથી સજ્જ થઈ ગયું છે અને 2026-27ના અંત સુધીમાં 100% કામગીરી પૂર્ણ થઈ જશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




