Home Desh Big Win for Pensioners: પેન્શનરોની મોટી જીત મોંઘવારી ભથ્થા અંગે સુપ્રીમ કોર્ટનો...

Big Win for Pensioners: પેન્શનરોની મોટી જીત મોંઘવારી ભથ્થા અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હવે કર્મચારી-પેન્શનર વચ્ચે ભેદભાવ નહીં ચાલે

0
249
Big Win for Pensioners
Big Win for Pensioners

Big Win for Pensioners: દેશભરના લાખો પેન્શનરો માટે દિવાળી જેવી ખુશીના સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, રાજ્ય સરકારો પેન્શનરોને મળતી મોંઘવારી રાહત (DR)નો દર, ચાલુ ફરજ બજાવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA) કરતા ઓછો રાખી શકે નહીં.

Big Win for Pensioners: ‘મોંઘવારી દરેકને સમાન નડે છે’: સુપ્રીમ કોર્ટ

જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેની બેન્ચે આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે:

  • સમાનતાનો અધિકાર: મોંઘવારી સેવારત કર્મચારીઓ અને નિવૃત્ત પેન્શનરો બંનેને સમાન રીતે અસર કરે છે. તેમની વચ્ચે ભેદભાવ કરવો એ બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર) નું સીધું ઉલ્લંઘન છે.
  • નાણાકીય તંગી બહાનું ન હોઈ શકે: કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC) ના કેસમાં કોર્ટે રાજ્ય સરકારની એ દલીલ ફગાવી દીધી હતી કે નબળી આર્થિક સ્થિતિને કારણે પેન્શનરોને ઓછી રાહત આપવામાં આવે છે. કોર્ટે કહ્યું કે આર્થિક સ્થિતિ ચૂકવણીમાં વિલંબનું કારણ હોઈ શકે છે, પણ ભેદભાવનું નહીં.
Big Win for Pensioners

Big Win for Pensioners: સરકારો હવે અન્યાય નહીં કરી શકે

સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના નિર્ણયને બહાલ રાખતા નોંધ્યું કે, લોકકલ્યાણકારી રાજ્યમાં નિવૃત્ત લોકોના હિતોની અવગણના કરી શકાય નહીં. આ નિર્ણય બાદ હવે કોઈપણ રાજ્ય સરકાર પગાર સુધારણા કે મોંઘવારી ભથ્થાની જાહેરાત કરતી વખતે પેન્શનરો સાથે ઓરમાયું વર્તન કરી શકશે નહીં.

“મોંઘવારી ભથ્થાનો મુખ્ય હેતુ વધતી કિંમતો અને જીવન નિર્વાહના ખર્ચ સામે રક્ષણ આપવાનો છે. નિવૃત્ત કર્મચારીઓ આર્થિક રીતે વધુ સંવેદનશીલ હોય છે, તેથી તેમના હકો છીનવી શકાય નહીં.” — સુપ્રીમ કોર્ટનું અવલોકન

Big Win for Pensioners: લાખો પેન્શનરોને થશે સીધો ફાયદો

આ ચુકાદાથી દેશભરના સરકારી પેન્શનરોમાં આનંદની લહેર ફેલાઈ ગઈ છે. આ નિર્ણય તેમને આર્થિક રીતે વધુ સશક્ત બનાવશે અને ભવિષ્યમાં રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવતી આર્થિક કાપની નીતિઓ સામે રક્ષણ પૂરું પાડશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

જામનગર મનપા ચૂંટણી ભાજપનું શક્તિપ્રદર્શન, મધરાતથી જ ઉમેદવારી ફોર્મ ભરવાનો ધમધમાટ શરૂ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે