INDIAN MASALA BAN :  વધુ એક દેશે ભારતીય મસાલા બ્રાન્ડ ‘એવરેસ્ટ’ અને ‘MDH’ મસાલા પર મુક્યો પ્રતિબંધ, મસાલામાંથી કેન્સર થઇ શકે તેવા કીટનાશકનો વધુ ઉપયોગ થયાનો દાવો  

0
627
INDIAN MASALA BAN
INDIAN MASALA BAN

INDIAN MASALA BAN :  સિંગાપોર અને હોંગકોંગ બાદ હવે નેપાળે પણ બે ભારતીય મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને MDHનાં વેચાણ, વપરાશ અને આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. નેપાળના ફૂડ ટેક્નોલોજી અને ક્વોલિટી કંટ્રોલ વિભાગે એવરેસ્ટ અને MDH બ્રાન્ડના મસાલાની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યાની જાહેરાત કરી હતી.  

INDIAN MASALA BAN

એક અઠવાડિયા પહેલાં મસાલામાં હાનિકારક રસાયણો મળી આવ્યાંના સમાચાર બાદ આયાત પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.   બજારમાં એના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ બંને બ્રાન્ડના મસાલામાં કેમિકલની તપાસ ચાલી રહી છે. અંતિમ રિપોર્ટ આવે ત્યાં સુધી પ્રતિબંધ યથાવત્ રહેશે.

INDIAN MASALA BAN :   એપ્રિલમાં સિંગાપોર-હોંગકોંગે એવરેસ્ટ અને MDH મસાલા પર પ્રતિબંધ મૂક્યો હતો


INDIAN MASALA BAN :   એપ્રિલ મહિનાની શરૂઆતમાં સિંગાપોર અને હોંગકોંગે MDH અને એવરેસ્ટ બંને કંપનીઓનાં કેટલાંક ઉત્પાદનો પર જંતુનાશક ઈથિલીન ઓક્સાઇડની માત્રા મર્યાદા કરતાં વધી જવાને કારણે પ્રતિબંધિત કર્યો હતો. આ ઉત્પાદનોમાં આ જંતુનાશકની વધુ માત્રાને કારણે કેન્સરનું જોખમ રહેલું છે.

INDIAN MASALA BAN

હોંગકોંગના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે MDH ગ્રુપના ત્રણ મસાલા મિક્સ – મદ્રાસ કરી પાઉડર, સંભાર મસાલા પાઉડર અને કરી પાઉડરમાં ઈથિલીન ઓક્સાઈડની ઊંચી માત્રા મળી આવી હતી. એવરેસ્ટની ફિશ કરી મસાલામાં પણ આ કાર્સિનોજેનિક જંતુનાશક મળી આવ્યું છે.

INDIAN MASALA BAN :   મસાલામાં જંતુનાશકો શા માટે વપરાય છે?

INDIAN MASALA BAN


INDIAN MASALA BAN :   મસાલા ઉત્પાદક કંપનીઓ બેક્ટેરિયા અને ફૂગ, જેમ કે ઇ. કોલી અને સૅલ્મોનેલા દ્વારા ખાદ્ય પદાર્થોને બગાડવાથી બચાવવા માટે જંતુનાશકોનો ઉપયોગ કરે છે, કારણ કે આ બેક્ટેરિયાના સંપર્કમાં મસાલાની સેલ્ફ લાઇફ ઓછી થઈ શકે છે. એને લાંબા સમય સુધી બગડતાં અટકાવવા માટે પ્રતિબંધ હોવા છતાં આ કંપનીઓ જંતુનાશકોનો ઉપયોગ પ્રિઝર્વેટિવ્સ અથવા સ્ટરિલાઇઝિંગ એજન્ટ તરીકે કરી રહી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો