ભારતીય હેલ્થી પીણાં : વજન ઘટાડવા માટેના હેલ્થી પીણાં

0
360
ભારતીય હેલ્થી પીણાં
ભારતીય હેલ્થી પીણાં

ભારતીય હેલ્થી પીણાં( ભારતીય વાનગીઓની રેસીપી) સાથે વજન ઘટાડવા માટેની ટિપ્સ:

સામાન્ય રીતે એવું કહેવાય છે કે, “શ્રેષ્ઠ આહાર યોજના એ છે જે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે અને તમે સતત અનુસરી શકો છો.” જો કે, જો તમે ભારતીય ખોરાકનો આનંદ માણતા વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો આજે એવા હેલ્થી ડ્રીંક્સ કે પીણાંની રેસીપી શેર કરીશ. ઉનાળો હોય કે શિયાળો કેટલીક હેલ્થી સ્મુધીઝ, ફ્રેશ જ્યુસ જે તમને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરશે. તમારી તરસ છીપાવામાં મદદ કરશે અને ચા-કોફી સિવાય બીજા નવા નવા ઓપ્શન પણ મળશે. આ પીણાં તમે ડાયેટમાં પણ લઈ શકશો અને ઉપવાસમાં પણ અથવા ઉપવાસ વગર પણ તમે રેગ્યુલર દિવસમાં લઈ શકાય.

ચાલો તો શરૂઆત કરીએ વજન ઘટાડવાની ભારતીય હેલ્થી પીણાંની રેસીપીથી

૧. હળદર દૂધ (હલ્દી દૂધ) : હળદર દૂધ બનાવા તમે કોઈપણ દૂધ લઇ શકો છો, બદામનું દૂધ, ઓટ્સનું દૂધ, નારિયેળનું દૂધ, કાજુનું દૂધ, સોયા દૂધ. એક ચપટી હળદર અને દૂધ ને થોડું સ્વીટ બનાવા મધ અથવા મેપલ સીરપનો ઉપયોગ કરી શકો છો. દૂધને ગરમ કરીને લેવું જેથી પચવામાં મદદ થાય.

(ભારતીય હેલ્થી પીણાં) હળદર દૂધ
(ભારતીય હેલ્થી પીણાં) હળદર દૂધ

૨. રાગી કેળા ખજુર સ્મુધી : રાગીના લોટને ફણગાવેની ઉપયોગ કરો. પાણીમાં ૨ ચમચી રાગીના લોટને પલાળી લો. બ્લેડરના જારમાં કેળા, ખજુર, બદામ, ફેલક્સ સીડ્સ, ચીય સીડ્સ, તજમો પાઉડર અને દૂધ જ્યાં સ્મુધ ક્રીમી બ્લેન્ડ કરો, રાગી અને પાણી વાળું મિક્ષ કરો. બદામના કટકા સાથે સર્વ કરો.

(ભારતીય હેલ્થી પીણાં) રાગી કેળા ખજુર સ્મુધી
(ભારતીય હેલ્થી પીણાં) રાગી કેળા ખજુર સ્મુધી

૩. મસાલા ફુદીનાની છાસ : છાશ તો દરેક ઘરે-ઘરે પીવા મળે જ છે પરતું આજે કંઇક અલગ મસાલા છાશની રેસીપી બનાવીશું. છાશને સમગ્ર ભારતમાં અલગ અલગ નામથી ઓળખાય છે. મત્થા/ચાચ (હિન્દી), મજ્જિગે (કન્નડ), મજ્જિગા (તેલુગુ), નીર મોર (તમિલ), સંભારમ (મલયાલમ), તાક (મરાઠી). ઘરે બનાવેલું દહીં લો તેમાં ઠંડુ પાણી કે બરફ પણ નાખી શકાય. ફુદીનો, લીલાં મરચાં, આદુ, જીરુંનો થોડાં ઘી સાથે વઘારીશું અને છેલ્લે થોડું મીઠું કે મસાલો નાખીશું. વઘારની અંદર છાશ ઉમેરીને સર્વ કરીશું ઠંડી ઠંડી છાશ.

ભારતીય હેલ્થી પીણાં મસાલા ફુદીનાની છાસ
ભારતીય હેલ્થી પીણાં મસાલા ફુદીનાની છાસ

૪. મીઠી લસ્સી : મીઠી લસ્સીએ પંજાબમાં લોકપ્રિય છે. જાડા દહીંને ખાંડ અથવા મેપલ સીરપ, ઈલાઈચી પાઉડર, જીરું, થોડું મીઠું નાખો અને બદામ, કાજુ અને પીસ્તા થી ગાર્નીશ કરીને સર્વ કરો. આ લસ્સીમાં કોઈપણ ફ્રુટ નાખી શકો છો જેમ કે મેંગો જેથી તે મેંગો લસ્સી બની જશે.

મીઠી લસ્સી
મીઠી લસ્સી

૫. બદામ કાજુ દૂધ : બદામ-કાજુની સ્મુધ પેસ્ટ બનાવો. તેમાં ઈલાઈચી, કેસર અને ખાંડ નાખો અને તેને અને દૂધ સાથે બ્લેન્ડ કરી કાજુ-બદામની પેસ્ટ નાખીને સર્વ કરો.

બદામ કાજુ દૂધ
બદામ કાજુ દૂધ

watch VR LIVE NEWS CHANNEL

વજન ઘટાડવાની અલગ અલગ વાનગીઓની રેસીપી

૬. મેંગો મિલ્કશેક : મિલ્કશેકમાં આઈસ્ક્રીમનો ઉપયોગ થતો હોય છે પણ આપણે આઈસ્ક્રીમ વગર મિલ્કશેક બનાવીશું. જેમાં આઈસ્ક્રીમના બદલે અલ્ટ્રા ક્રીમને દૂધ અને મેંગોના કટકા સાથે બ્લેન્ડ કરીશું અને તેમાં પીસ્તાથી ટોપિંગ નાખીશું. તેમાં સ્ટોરેજ કરેલી મેંગોનો ઉપયોગ કરી શકાય છે.

મેંગો મિલ્કશેક
મેંગો મિલ્કશેક

૭. એવાકાડો બનાના સ્મુધી : એવાકાડો સ્મુધી બનાવા પાકેલું હોવું જોઈએ જેથી એકદમ સ્મુધ અને મખમલી ટેક્સચર મળે. કેળાને મીઠાશ માટે ઉમેરવાનું છે જેથી ખાંડ નાખવી ન પડે. કેળા ના ભાવતા હોય તો ખજુર પણ લઈ શકાય. તેમાં ચિયા સીડ્સ, નટ્સ અને ફેલસ્ક સીડ્સ ઉમેરી શકાય.

એવાકાડો બનાના સ્મુધી
એવાકાડો બનાના સ્મુધી

૮. ડ્રાયફ્રટ મિલ્કશેક : ડ્રાયફ્રુટ એટલે સુક્કા ફળો જેમ કે બદામ, કાજુ, પીસ્તા, કીસમીસ, અખરોટ, ખજુર, અંજીર, જરદાળુનો સમાવેશ થાય છે તેને એક બ્લેન્ડરમાં દૂધ સાથે તેને મિક્ષ કરો. તેમાં ઈલાઈચી પાઉડર નાખો અને રેડી ટુ સર્વ.

ડ્રાયફ્રટ મિલ્કશેક
ડ્રાયફ્રટ મિલ્કશેક

૯. રાગી મખાના સ્મુધી : જેમ પહેલાની રાગી સ્મુધિમાં ફણગાવેલ રાગીનો ઉપયોગ કરેલો તેમ જ આમાં પણ એ જ રીતે રાગીના લોટને પેસ્ટ બનાવી વાપરો. રાગી અને મખાના સૌથી હેલ્થી વસ્તુ છે. મખાનાને શેકી લો અને તેને મિક્ષ્ચરમાં બ્લેન્ડ કરી લો. પછી તેમાં કાજુ-બદામની થોડી પેસ્ટ ઉમેરો, સફરજન અને ખજુર, ફેલસ્ક સીડ્સ પણ સ્મુધ ક્રીમી બનાવા લઈ શકો છો. બધાને થોડા દૂધ સાથે મિક્ષ કરીને સર્વ કરો.

ભારતીય હેલ્થી પીણાં

૧૦. કીવી કોકોનટ જ્યુસ : કીવી, થોડો ફુદીનો, લીંબુનો રસ થોડી ખાંડ અને કોકોનટનું પાણી આ બધાને બ્લેન્ડરમાં ફેરવીને સર્વિંગ ગ્લાસમાં તાજા ફુદીનાથી ગાર્નીશ કરો.

કીવી કોકોનટ જ્યુસ
કીવી કોકોનટ જ્યુસ

૧૧. સ્ટ્રોબેરી પીચ સ્મુધી : આ સ્મુધીને બનાવા માટે ૨ મોટા પીચ, ૬ ૭ સ્ટ્રોબેરી, ગ્રીક યોગર્ટ કે દહીં, સ્વીટનર માટે થોડું મધ કે મેપલ સીરપ બધાને બ્લેન્ડ કરીને ક્રીમી સ્મુધી તૈયાર છે પીવા માટે.

સ્ટ્રોબેરી પીચ સ્મુધી (ભારતીય હેલ્થી પીણાં)
સ્ટ્રોબેરી પીચ સ્મુધી

૧૨. બ્લુબેરી પાલક સ્મુધી : સ્મુધી બનાવા માટે એક કેળું, એક કપ બ્લુબેરી, એક કપ પાલક અને તેમાં ૪ ૫ બરફના ટુકડા અને થોડુક પાણી ઉમેરી બ્લેન્ડરમાં ફેરવીને એક દમ થીક સ્મુધી તૈયાર છે.

બ્લુબેરી પાલક સ્મુધી (ભારતીય હેલ્થી પીણાં)
બ્લુબેરી પાલક સ્મુધી

૧૩. સફરજન તડબૂચ ઓરેન્જ સ્ટ્રોબેરીનો જ્યુસ: સૌથી ઈઝી અને ઝડપી બની જાય તેવું જ્યુસ એટલે સફરજન, તડબૂચ, ઓરેન્જ અને સ્ટ્રોબેરીને મિક્ષ્ચરમાં મિક્ષ કરીને થોડા પાણી, લીંબુનો રસ, મરીઅને મીઠું સાથે જ્યુસ રેડી છે પીવા માટે.

સફરજન તડબૂચ ઓરેન્જ સ્ટ્રોબેરીનો જ્યુસ
સફરજન તડબૂચ ઓરેન્જ સ્ટ્રોબેરીનો જ્યુસ