ભારતીય વાનગીઓની રેસીપી: વજન ઘટાડવા માટે ની ભારતીય વાનગીઓ

3
287
ભારતીય ચિલ્લા(ભારતીય વાનગીઓની રેસીપી)
ભારતીય ચિલ્લા(ભારતીય વાનગીઓની રેસીપી)

એક ભારતીય હોવાના કારણે મને રોજીંદા ભોજન માટે ભારતીય અલગ અલગ વાનગીઓની રેસીપી ખાવાનું પસંદ છે – જેમાં સવારનો નાસ્તો, લંચ અને ડીનર તથા સાંજનો ઇન્વિંગ સ્નેક્સ નો સમાવેશ થાય છે. સાથે સાથે બધાના વજન અને મેટાબોલીઝમનું ધ્યાન રાખી શકાય તેવી વાનગીઓની રેસીપી અને ટીપ્સ શેર કરીશ.

ભારતીય ખોરાક( ભારતીય વાનગીઓની રેસીપી) સાથે વજન ઘટાડવા માટેની ટિપ્સ:

સામાન્ય રીતે એવું કહેવાય છે કે, “શ્રેષ્ઠ આહાર યોજના એ છે જે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે અને તમે સતત અનુસરી શકો છો.” જો કે, જો તમે ભારતીય ખોરાકનો આનંદ માણતા વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો છે.

weight loss
weight loss
  1. વજન ઘટાડવાનો પ્રયાસ કરતી વખતે ઘરે બનાવેલો ખોરાક શ્રેષ્ઠ છે, કારણ કે તમે કેટલું તેલ અને ખાંડનો ઉપયોગ કરવો તે નિયંત્રિત કરી શકો છો.
  2. પ્રોટીનયુક્ત ખોરાક દરેક ભોજનમાં સામેલ કરવો મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, નાસ્તામાં ઇંડા અથવા ચિલા, બપોરના ભોજન માટે પનીર અથવા ચિકન અને રાત્રિ ભોજન માટે દાળ/કઠોળ.
  3. દરેક ભોજનમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો. ઓછા કાર્બોહાઇડ્રેટ શાકભાજીનો સમાવેશ કરવો અને સ્ટાર્ચયુક્ત શાકભાજી જેમ કે બટાકા અને સ્વીટ કોર્ન ટાળવું વધુ સારું છે.
  4. વધુ પડતા તેલ અને ક્રીમનો ઉપયોગ કર્યા વિના શાકભાજી અને પ્રોટીનને રાંધો. ઉદાહરણ તરીકે, ક્રીમી વેજીટેબલ કોરમા કરી કરતાં સાદી વેજીટેબલ સ્ટીર ફ્રાય વધુ સારી છે.
  5. તમારે રોટલી અથવા ભાત છોડવાની જરૂર નથી, પરંતુ તેને નાના ભાગોમાં ખાવું મહત્વપૂર્ણ છે. દા.ત. ભોજન દીઠ 3/4 કપ રાંધેલા ચોખા.
  6. વધુ કાર્બોહાઇડ્રેટ્સ ખાતા પહેલા હંમેશા પ્રોટીન અને શાકભાજીથી ભરપૂર મેળવવાનો પ્રયાસ કરો.
  7. તંદુરસ્ત નાસ્તો પસંદ કરો જેમ કે બદામ/બીજ અને ફળો.
  8. દરરોજ દિવસમાં એક કે બે વાર ચા/કોફી જેવા તમારા પીણાંનો આનંદ લેવો ઠીક છે, પરંતુ ખાંડ વગર લેવું સૌથી સારું છે.
  9. તળેલા ખોરાક અને ખાંડને સંપૂર્ણપણે ટાળો. ચાટ, સમોસા અને ખાંડવાળી મીઠાઈઓ છોડો.
  10. જો તમને વિષમ કલાકોમાં ભૂખ લાગે તો યોગ્ય ખોરાક પસંદ કરો. દા.ત., કૂકી પસંદ કરવાની જગ્યાએ એક કપ કાતરી કાકડી ખાઓ.
  11. છેલ્લે, વજન ઘટાડવાનું લક્ષ્ય રાખતી વખતે ધ્યાનપૂર્વક ખાવાનું, અને કસરત કરવાનું, સક્રિય રહેવાનું ભૂલશો નહીં.
  12. આહારમાં બધું લેવાનું રાખો તમે સ્વીટ પણ લઈ શકો છો પણ ઓછી માત્રામાં.
  13. કાચું સલાડ લેવાનું રાખો જેમ કે ટામેટા, કાકડી, ગાજર, બીટ, લેટ્સ, ડુંગળી, લસણ વગેરે.

ચાલો તો શરૂઆત કરીએ વજન ઘટાડવાની ભારતીય નાસ્તાની વાનગીથી

૧. બેસન ચિલ્લા : બેસન ચિલ્લા માં બેસન એટલે ચણાનો લોટ તેમાં સ્વાદ અનુસાર મીઠું, મરચું, થોડીક હળદર, લીલા મરચાં અને ડુંગળી સુધારીને નાખી શકો છો. તેને હેલ્થી બનાવા તેમાં પાણીની જગ્યા પર છાસ કે દહીં મિક્ષ કરી ને બેટર બનાવો અને ઓછા તેલ માં બ્રેકફાસ્ટ રેડી છે.

ભારતીય ચિલ્લા (ભારતીય વાનગીઓની રેસીપી)
ચિલ્લા

૨. મૂંગ દાલના ચિલ્લા : મૂંગ દાળના ચિલ્લા જે એકદમ પ્રોટીનથી ભરેલા છે તેમાં રાત્રે પલાળીને રાખેલી મૂંગની પીળી કે લીલી દાળ જે તમને ભાવે તે લઇ શકાય તેમાં લીલા મરચા, ડુંગળી, સાદા મસાલા વગેરે નાખીને બેટર બનાવો. મૂંગની દાળ ન પસંદ હોય તો મસુરની દાળ પણ લઈ શકાય.

મૂંગ દાલના ચિલ્લા (ભારતીય વાનગીઓની રેસીપી)
મૂંગ દાલના ચિલ્લા

૩. દાલ પાલકના ચિલ્લા: દાલ પાલક ચિલ્લા સૌથી વધારે પ્રોટીન અને ફાયબર થી ભરપુર છે. જેમાં દાલના મિક્ષ્ચરને એક જારમાં આદું-મરચાં અને પાલક ઉમેરીને પેસ્ટ બનાવો પછી તેમાં મીઠું અને થોડો ચોખાનો લોટ નાખીને બેટર બનાવી તવા પર શેકીને ચટણી સાથે ગરમ-ગરમ સર્વ કરો.

દાલ પાલકના ચિલ્લા (ભારતીય વાનગીઓની રેસીપી)
દાલ પાલકના ચિલ્લા

૪.રવા અને સુજીના ઈન્સ્ટન ચિલ્લા: રવો કે સુજી ને એક બાઉલમાં લો તેમાં દહીં મિક્ષ કરો અને પેસ્ટ રેડી કરો તેમાં કેપ્સીકમ, ગાજર, કોથમીર નાખીને મસાલા મિક્ષ કરો અને થોડા પાણી સાથે બેટર તૈયાર કરો તેમાં તમે કાળી મરી પણ નાખી શકો છો. આ બેટર ને બસ તરત જ તવા પર નાખીને ચિલ્લા બનાવો.

રવા અને સુજીના ઈન્સ્ટન ચિલ્લા (ભારતીય વાનગીઓની રેસીપી)
રવા અને સુજીના ઈન્સ્ટન ચિલ્લા

૫. ભાત અને ગ્રીન શાકભાજીના ચિલ્લા: વધેલો ભાત તો કોના ઘરે નથી હોતો ભાત ને મિક્ષ્ચર જારમાં એકદમ ઝીણું સ્મૂથ પેસ્ટ બનાવો. બીજી બાજુ એક પેન માં થોડું તેલ તેમાં જીરું,રાઈ, સફેદ તલ, લીમડો નાખીને સાંતળી લો પછી તેમાં તમને ભાવતા શાકભાજી નાખો ગાજર, કોબી, લાલ-પીળા કેપ્સીકમ, મકાઈ ને ૩ થી ૪ મિનીટ સાંતળી લો. આ વેજીટેબલ મિક્ષને ભાતના પેસ્ટમાં મિક્ષ કરો પછી તેમાં મીઠું અને ચિલ્લી ફેલક્સ નાખીને મિક્ષ કરો અને એકદમ ગરમ તવા પર ચિલ્લા બનાવો. જેને ટામેટાના સોસ કે ચટણી સાથે સર્વ કરો.

ભાત અને ગ્રીન શાકભાજીના ચિલ્લા
ભાત અને ગ્રીન શાકભાજીના ચિલ્લા

watch VR LIVE news update

3 COMMENTS

Comments are closed.