ભારતીય ખોરાકથી વજન વધારો- ભારતીય ડાયટની આજે વાત કરીશું. સામાન્ય રીતે વજન ઘટાડવું એ સૌથી વધુ પૂછવામાં આવતો સવાલ છે, પરતું પાતલાં અને ઓછા વજનવાળાની પીડા એવી છે કે એ લોકો કઈ પણ ખાય તો વજન નથી વધતું. નોર્મલ લોકો આના પર ચર્ચા નથી કરતા પણ આજે આપણે આ વિષય પર વાત કરીશું.
ધ્યાનમાં લેવા જેવી બાબતો :
આ ડાયટની શરૂઆત કરો તેની પહેલા રોજ થોડી કસરત પણ શરીર માટે જરૂરી છે. અડધો કલાક રોજ કસરત કે ચાલવું, સ્વીમીંગ, યોગા વગેરે કરી શકો છો, જેથી પાચનક્રિયા આપની મજબુત થાય. પાણીની માત્રામાં વધારો કરવો જોઈએ જેથી શરીરને ડીટોક્સ કરે છે અને મસલ્સને રીલેક્શેસન મળે છે અને લોહીની બ્રમણ ઝડપથી થાય છે. ગમે તેટલા તમે વ્યસ્ત હોય પણ સવારે નાસ્તો કરવાનું રાખવું જોઈએ જેથી શરીર સ્ફૂર્તિલુ રહે. તમારા ડાયેટમાં પનીર, ટોફું, મલાઈવાળું દૂધ, એવાકાડો જરૂર એડ કરો. આ ડાયેટ પ્લાન ૧૭૦૦ થી ૧૯૦૦ કેલેરીઝનું છે તો તમે આને પ્રોપર ફોલો કરો તો ૩-૫ કિલો વજન વધી જશે.
નીચે આપેલા આહારને આપ આપના રોજીંદા જીવનમાં લેવાની શરૂઆત કરશો તો જરૂર ફર્ક પડશે. તો ચાલો, ભારતીય ખોરાકથી વજન વધારો માટે ડાયટ પ્લાન કરીશું.
ડાયટ ચાર્ટમાં લેવા જેવી બાબતો :
- વહેલી સવારે: દરરોજ ઓછામાં ઓછું 10-12 ગ્લાસ પાણી પીવો.તમારા શરીરનું વજન સામાન્ય મર્યાદામાં જાળવો.ચરબી, મીઠાઈઓ, આઈસ્ક્રીમ, સોફ્ટ ડ્રિંક્સ, ચોકલેટ, માખણ, ઘી, ખાંડ, મીઠું અને તળેલી/જંક ફૂડની વસ્તુઓ ટાળો. ટીનવાળું ખાવાનું ટાળો. અને પેક્ડ ખોરાક. ફળો અને શાકભાજી સાથે લેવાનું શરુ કરો. જરૂરી શરીરનું વજન વધારવા માટે આહાર યોજના અને વ્યાયામના સમયપત્રકને નિયમિત અને કડક રીતે અનુસરો. તમે સૂઈ જાઓ તેના ઓછામાં ઓછા 2 કલાક પહેલાં રાત્રિભોજન કરવાનો પ્રયાસ કરો.
- સવારનો ૭ થી ૯ સુધીમાં નાસ્તો : સવારે નાસ્તો લેવો ફરજીયાત છે. ૧ ગ્લાસ દુધ, ચા કે કોફી જે આપને પસંદ હોય. તેની સાથે દલીયાની ખીચડી કે ઓટ્સની ખીચડી, પોહાં, ઉપમા, ચિલ્લા, ફણગાવેલા ચણા, મગ, મકાઇ (સ્વીટ કોર્ન) કે કોઈપણ સ્પ્રાઉટસનું સલાડ, સફેદ બટર કે માખણ સાથે ૨ ઘઉંની બ્રેડ, ફ્રુટ્સ જેમાં કેલેરીસ મળી રહે જેમ કે સફરજન, કેળા, ચીકુ, કેરી, દ્રાક્ષ. સેન્ડવીચ કે પરાઠા, ભાખરી.
- બપોરે ૧૧ થી ૧૨ વચ્ચે ભૂખ લાગે તો : ૧ ગ્લાસ જ્યુસ કે ફ્રુટ્સ-નટ્સ-ચિયા બાઉલ જેને અસાઇ બાઉલ કહેવાય છે જેમાં ચિયા સીડ્સ, પાઈન નટ્સ, ડ્રાયફ્રુટસ, સનફ્લાવર સીડ્સ, પમ્પકિન સીડ્સ વગેરે.
- લંચ બપોરે ૨ થી ૩માં : ૧ વાટકી દાલ-ભાત, ૧ વાટકી શાકભાજી, સલાડ, ૧ વાટકી દહીં કે રાયતા, ૪ થી ૫ રોટલી અને જોડે થોડું કઠોળ પણ લઈ શકાય.
- સાંજે ૫ થી ૬ માં : ૧ ગ્લાસ ચા, કોફી, દૂધ, મિલ્ક શેક, સૂપ સાથે થોડા ડ્રાયફ્રુટ્સ પણ લઈ શકાય. મમરા, સુકા પોહાં, કુકીઝ, બિસ્કીટ, રોસ્ટેડ મખાના, બાફેલા બટાકા કે ચીઝ સ્લાઈસ વાળી સેન્ડવીચ, થોડી ફ્રેન્ચ ફ્રાયીસ, સલાડ લઇ શકો.
- રાત્રિ ભોજન માં : બપોરના ભોજનની જેમ જ સોયાબીન કે હલફું ફૂલકું વેજ. સબ્જી, ખીચડી-કઢી, પુલાવ, બાજરા/ઘઉં/રાગી/જવાર/મકાઈ ની રોટી સાથે દહીં કે દૂધ.
- સુતા પહેલા : રોજ એક ગ્લાસ દૂધ/ મિલ્કશેક કે ચોકલેટ મિલ્કશેક જે આપનું મનપસંદ હોય.
વજન વધારવા માટેના શ્રેષ્ઠ સ્મુધી: હોમમેઈડ પ્રોટીન સ્મુધી
આવા યુટ્યુબ કંટેન જોવા માટે અહિયાં ક્લિક કરો