HomeGujaratIndian Equities Suffer Setback:  ભારતીય શેરબજારમાં ઘટાડો: સેન્સેક્સ 331 અંક ઘટીને 76,059...

Indian Equities Suffer Setback:  ભારતીય શેરબજારમાં ઘટાડો: સેન્સેક્સ 331 અંક ઘટીને 76,059 પર બંધ, ક્રૂડ ઓઈલ 96 ડોલરને પાર

Indian Equities Suffer Setback: આજે ભારતીય શેરબજારમાં નબળાઈ જોવા મળી છે, જેમાં વૈશ્વિક તણાવ અને વિદેશી રોકાણકારોની વેચવાલી મુખ્ય કારણો રહ્યા છે. બજારના મુખ્ય સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે:

  • સેન્સેક્સ: ૩૩૧ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬,૦૫૯ ના સ્તરે બંધ થયો.
  • નિફ્ટી: ૧૦૨ પોઈન્ટ ઘટીને ૨૩,૭૬૭ ના સ્તરે બંધ થયો.

Indian Equities Suffer Setback: સેક્ટરવાર સ્થિતિ

આજના કારોબારમાં મુખ્યત્વે ઓટો, મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી, જેના કારણે બજાર પર દબાણ વધ્યું હતું.

Indian Equities Suffer Setback: ક્રૂડ ઓઈલ 96 ડોલરને પાર, 120 ડોલર સુધી પહોંચવાની આશંકા

વૈશ્વિક સ્તરે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ ૯૬ ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયું છે.

  • કારણ: અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતો તણાવ.
  • નિષ્ણાતોનું માનવું છે: જો આ તણાવ વધુ વણસશે તો ક્રૂડ ઓઈલની કિંમતો ૧૨૦ ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે, જેની સીધી અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પડી શકે છે.

Indian Equities Suffer Setback: એશિયન અને અમેરિકી બજારોમાં પણ મંદી

વૈશ્વિક બજારોમાંથી પણ નબળા સંકેતો મળી રહ્યા છે:

એશિયન બજારોની સ્થિતિ:

ઇન્ડેક્સલેવલપોઇન્ટ ચેન્જટકાવારી ચેન્જ
કોસ્પી (સાઉથ કોરિયા)૬,૬૯૧-૪૦૬-૫.૭૨%
નિકેઈ (જાપાન)૬૪,૬૧૧-૧,૮૧૧-૨.૭૩%
હેંગસેંગ (હોંગકોંગ)૨૪,૯૬૩-૨૪૮-૦.૯૮%

ગત દિવસના અમેરિકી બજારો:

ઇન્ડેક્સલેવલપોઇન્ટ ચેન્જપર્સેન્ટ ચેન્જ
ડાઉ જોન્સ૫૧,૭૧૨-૫૦૭-૦.૯૭%
નાસ્ડેક૨૫,૧૩૮-૫૫૩-૨.૧૫%
એસએન્ડપી ૫૦૦૭,૪૦૮-૯૧-૧.૨૧%

વિદેશી રોકાણકારો (FII) દ્વારા સતત વેચવાલી

ભારતીય બજારમાંથી વિદેશી રોકાણકારો પૂરી સાવચેતી રાખી રહ્યા છે. છેલ્લા ૭ દિવસમાં વિદેશી રોકાણકારોએ મોટા પાયે શેર વેચ્યા છે:

  • છલ્લા ૭ દિવસમાં FII/FPI: -₹૩,૨૮૯ કરોડની નેટ વેચવાલી.
  • છલ્લા ૩૦ દિવસમાં FII/FPI: -₹૧૧,૩૫૯ કરોડની નેટ વેચવાલી.
  • (નોંધ: FIIs અને DIIs ના આ આંકડા કરોડ રૂપિયામાં છે.)

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો:  કડીમાં મેઘરાજાનું ધમાકેદાર બેટિંગ; છેલ્લા ૨૪ કલાકમાં ૭.૫ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments