સ્વિસ બેન્કમાં પૈસા ત્રણ ગણા વધ્યા #swissbank #blackmoney #india #narendramodi – ભારતીયોમાં સ્વિસ બેન્કમાં પૈસા જમા કરાવવાનું સપનું હોય તેમ સ્વિસ બેન્કમાં ભારતીયોના પૈસા દિન પ્રતિદિન વધી રહ્યા છે , સરકાર ગમે તેટલા દાવા કરે કે બ્લેક મની પર ભારત સરકાર કડક પગલાં લઈ રહી છે , પરંતુ સરકારના આ દાવાની પોલ સામે આવેલા આંકડાથી ખૂલી જાય છે.
ભારતીયોના સ્વિસ બેન્કમાં પૈસા ત્રણ ગણા વધ્યા
એસએનબીએ રજૂ કરેલ આંકડા અનુસાર ૨૦૨૩ ની સરખામણીમાં ૨૦૨૪ માં ભારતીયો દ્વારા સ્વિસ બેંકોમાં જમા કરાયેલા નાણાં ત્રણ ગણા વધી ગયા છે, સ્વિસ બેન્કમાં ૩.૫ અબજ એટલે કે 37 હજાર 600 કરોડ જેટલા રૂપિયા સ્વિસ બેન્કમાં જમા છે.
2024ના આંકડા મુજબ 37600 કરોડ રૂપિયા સ્વિસ બેન્કમાં થયા જમા

2023ની સરખામણીમાં 2024માં સ્વિસમાં અધધધ રકમ જમા થઈ
તમને જાણીને નવાઈ થશે કે આ રકમ ૨૦૨૩ ની સરખામણીમાં ત્રણ ગણી વધારે છે. વર્ષ 2023માં આ રકમ માત્ર ૧.૦૪ અબજ સ્વિસ ફ્રેંક એટલે કે લગભગ ₹૧૧,૦૦૦ કરોડ હતી. અત્રે નોંધનીય બાબત છે કે વ્યક્તિગત ગ્રાહકોના ખાતાઓમાં જમા રકમમાં માત્ર ૧૧%નો વધારો થયો છે.
વર્ષ 2023માં માત્ર 11000 કરોડ હતા જમા
જે લગભગ ૩૪૬ મિલિયન સ્વિસ ફ્રેંક છે, એટલે કે લગભગ ૩,૬૭૫ કરોડ રૂપિયા. એટલે કે, કુલ રકમનો માત્ર દસમો ભાગ વ્યક્તિગત ખાતાઓમાંથી છે. બાકીના પૈસા બેંકો, નાણાકીય સંસ્થાઓ, બોન્ડ અને સિક્યોરિટીઝ જેવા માર્ગોમાંથી આવ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે