ભારતના રાજદૂતે આપ્યું તાલીબાનને ગણતંત્ર દિવસ પર સામેલ થવા આમંત્રણ

0
156
TALIBAAN
TALIBAAN

TALIBAAN : ભારત ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૭૫મો ગણતંત્ર દિવસ ઉજવશે, આ ગણતંત્ર દિવસ પર પરેડ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનને આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ આ બધાની વચ્ચે UAEથી સમાચાર આવી રહ્યા છે કે  75માં ગણતંત્ર દિવસના અવસર પર અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસે તાલિબાનના રાજદૂત બદરુદ્દીન હક્કાનીને UAEમાં ઉજવનારા ગણતંત્ર દિવસ 2024ની ઉજવણી માટે આમંત્રણ આપ્યું છે.

TALIBAAN

TALIBAAN :ભારતમાં દર વર્ષે ૨૬ જાન્યુઆરીના દિવસે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિદેશમાંથી એક મુખ્ય મેહમાનને આ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવે છે, દેશની સાથે સાથે દુનિયાના દરેક દેશોમાં ભારતીય દુતાવાસોમાં  પણ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે, અને ત્યાં પણ એક મુખ્ય મહેમાન તરીકે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને આમંત્રણ આપવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે UAEમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીખે તાલીબાનના રાજદૂતને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેને લઈને વિવાદ જોર પકડી રહ્યો છે.   

TALIBAAN : સંયુક્ત આરબ અમીરાત (UAE) માં 75માં ગણતંત્ર દિવસના અવસર પર અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસે તાલિબાનના રાજદૂત બદરુદ્દીન હક્કાનીને ગણતંત્ર દિવસ 2024ની ઉજવણી માટે આમંત્રણ આપ્યું છે. લગભગ અઢી વર્ષ પહેલાં જ્યારે અમેરિકન સેના અફઘાનિસ્તાનમાંથી પાછી આવી ત્યારે ભારતે એ મોટો બદલાવ ખૂબ નજીકથી જોયો હતો. બે દાયકાથી સત્તાથી દૂર રહેલા તાલિબાને ફરી દેશ પર કબજો જમાવ્યો હતો. ભારતે અફઘાનિસ્તાનના પુનર્ગઠનમાં એટલે કે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આવી સ્થિતિમાં ભારતે પોતાના હિતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

TALIBAAN

તમને જણાવી દઈએ કે બદરુદ્દીન હક્કાની અફઘાનિસ્તાનમાં તાલિબાનમાં મોટો પ્રભાવ ધરાવતા જલાલુદ્દીન હક્કાનીનો પુત્ર છે. ઓક્ટોબર 2023માં હક્કાનીને રાજદૂત પદ આપવામાં આવ્યું હતું.

UAEમાં ભારતીય રાજદૂત સંજય સુધીરના નામે જારી કરાયેલા આમંત્રણની નકલ અફઘાન સરકાર દ્વારા ટ્વીટ કરવામાં આવી છે. આ આમંત્રણ વિશે માહિતી આપતા અન્ય સૂત્રોએ એમ પણ કહ્યું છે કે જેઓ ભારતની નીતિઓ અને સાર્વભૌમત્વનું ધ્યાન રાખે છે તેમને ગણતંત્ર દિવસની ઉજવણીમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

TALIBAAN : કોણ છે એમ્બેસેડર  બદરુદ્દીન હક્કાની ?

TALIBAAN

બદરુદ્દીન હક્કાની તાલિબાનના અગ્રણી નેતાઓમાંના એક સિરાજુદ્દીન હક્કાનીના નાના ભાઈ છે,   સિરાજુદ્દીન હક્કાનીના અફઘાનિસ્તાનના આંતરિક પ્રધાન પણ છે. આ સાથે તે હક્કાની નેટવર્કનો ભાગ પણ છે.

TALIBAAN : પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચે ચાલી રહેલી કુસ્તી મેચ વચ્ચે અફઘાન તાલિબાનની ભારત સાથે નિકટતા વધી છે. UAEમાં આયોજિત આ કાર્યક્રમના આમંત્રણ કાર્ડને ભારત સરકાર અને તાલિબાન સરકાર વચ્ચેના સુધરતા સંબંધોના ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યું છે.

તમે આ પણ વાંચી શકો છો

આજે દેશ બન્યો રામમય, શાળા,ગામો, સોસાયટી બની રામમય