India US Trade Deal:ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: $30 ટ્રિલિયનનું માર્કેટ ભારતીયો માટે ખુલ્લું, હીરા અને દવાઓ પર 0% ડ્યુટી સાથે ખેડૂતોના હિતો સુરક્ષિત

0
94
Trade Deal

India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે અમેરિકા સાથે એક વચગાળાની ટ્રેડ ડીલ (Trade Deal) પર મહોર લગાવી છે. આ ઐતિહાસિક કરાર અંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી કે, આ સમજૂતીથી ભારતીય નિકાસકારો માટે અમેરિકાનું 30 ટ્રિલિયન ડોલરનું વિશાળ બજાર ખુલી જશે.

India US Trade Deal: હીરા, ફાર્મા અને સ્માર્ટફોન પર 0% ટેરિફ

India US Trade Deal

આ કરારની સૌથી મોટી ખાસિયત એ છે કે ભારતમાંથી અમેરિકા નિકાસ થતી અનેક મહત્વની ચીજવસ્તુઓ પર હવે ડ્યુટી (ટેક્સ) લાગશે નહીં.

  • રત્ન અને આભૂષણો: હીરા અને ઘરેણાં પર હવે 0% ડ્યુટી લાગશે, જે સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગ માટે મોટી રાહત છે.
  • દવાઓ (Pharmaceuticals): ભારતમાં બનેલી જેનરિક દવાઓ હવે અમેરિકન બજારમાં ટેરિફ વિના પ્રવેશશે.
  • ટેકનોલોજી: ભારતમાં બનેલા સ્માર્ટફોન પર પણ કોઈ ડ્યુટી લેવામાં આવશે નહીં, જે ‘મેક ઇન ઇન્ડિયા’ને વેગ આપશે.

India US Trade Deal: ખેડૂતો અને ડેરી ઉદ્યોગનું રક્ષણ

પિયૂષ ગોયલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વાટાઘાટોમાં ભારતીય ખેડૂતો અને ડેરી ખેડૂતોના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવ્યું છે.

  • કૃષિ નિકાસ: ચા, મસાલા, કોફી, કેરી, નાળિયેર તેલ, અને વિવિધ શાકભાજીઓ હવે અમેરિકામાં ડ્યુટી-ફ્રી નિકાસ કરી શકાશે.
  • અન્ય ઉત્પાદનો: તલના બીજ, ખસખસ, સાઇટ્રસ ફળોના રસ અને બેકરી ઉત્પાદનોને પણ આ મુક્તિનો લાભ મળશે.

India US Trade Deal: વિકસિત ભારત 2047 તરફ મહત્વનું કદમ

મંત્રી ગોયલે આ ડીલને ‘ઐતિહાસિક’ ગણાવતા કહ્યું કે, “ફેબ્રુઆરી 2025માં શરૂ થયેલી આ વાતચીતનું આ સુખદ પરિણામ છે. આ કરારથી ભારતના નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs), ખેડૂતો અને માછીમારો માટે વૈશ્વિક તકોના દ્વાર ખુલશે.”

આ સમજૂતીથી માત્ર વેપાર જ નહીં વધે, પરંતુ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી પણ વધુ ગાઢ બનશે.

આ પણ વાંચો :”દાદા, તમે આવશો ને?” — નાનકડી સામ્યાના નિર્દોષ સવાલ પર મુખ્યમંત્રીએ પાળ્યું વચન, બનાસકાંઠાની શાળામાં સર્જાયા ભાવુક દ્રશ્યો