Home Gujarat Banaskantha CM Bhupendra Patel:”દાદા, તમે આવશો ને?” — નાનકડી સામ્યાના નિર્દોષ સવાલ પર...

CM Bhupendra Patel:”દાદા, તમે આવશો ને?” — નાનકડી સામ્યાના નિર્દોષ સવાલ પર મુખ્યમંત્રીએ પાળ્યું વચન, બનાસકાંઠાની શાળામાં સર્જાયા ભાવુક દ્રશ્યો

0
332
Bhupendra Patel
Bhupendra Patel

CM Bhupendra Patel: ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની મૃદુ અને મક્કમ શૈલીની સાથે સાથે પોતાની સંવેદનશીલતા માટે પણ જાણીતા છે. આવી જ એક માનવીય સંવેદનાનો કિસ્સો બનાસકાંઠા જિલ્લાની પી.એમ.શ્રી ઉત્તમપુરા (ડાંગીયા) અનુપમ પ્રાથમિક શાળામાં જોવા મળ્યો, જ્યાં મુખ્યમંત્રીશ્રીએ એક વર્ષ પહેલાં એક નાની બાળકીને આપેલું વચન પૂરું કર્યું.

CM Bhupendra Patel: એક વીડિયો કોલ અને માસૂમ પ્રશ્ન

CM Bhupendra Patel

ગયા વર્ષે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC) ના એક વીડિયો સંવાદ દરમિયાન, ધોરણ-૧ માં ભણતી દીકરી સામ્યા પ્રજાપતિએ મુખ્યમંત્રીને દાદા સંબોધીને સહજતાથી પૂછ્યું હતું કે, દાદા, તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો?” ત્યારે મુખ્યમંત્રીએ હસીને વચન આપ્યું હતું કે, બેટા, હું જ્યારે ત્યાં આવીશ ત્યારે ચોક્કસ તને અને તારી શાળાને મળવા આવીશ.”

CM Bhupendra Patel: વચનપાલન: મુખ્યમંત્રી પહોંચ્યા સામ્યાની શાળાએ

પોતાના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ મુખ્યમંત્રીએ આ નાનકડી દીકરીની લાગણી યાદ રાખી હતી. આજે જ્યારે તેઓ બનાસકાંઠાની મુલાકાતે હતા, ત્યારે ખાસ આ શાળાની મુલાકાત લીધી. મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈ સામ્યા અને આખી શાળાના વિદ્યાર્થીઓનો આનંદ બેવડાયો હતો. સામ્યાએ મુખ્યમંત્રી સામે શ્લોક ગાન કર્યું હતું, જે સાંભળી મુખ્યમંત્રી ગદગદિત થયા હતા.

CM Bhupendra Patel

મોટી થઈને કલેક્ટર બનજે” — મુખ્યમંત્રીના આશીર્વાદ

મુખ્યમંત્રીશ્રીએ સામ્યાને વડીલસહજ વ્હાલ કરતા આશીર્વાદ આપ્યા અને કહ્યું, “તું ખૂબ ભણજે અને મોટી થઈને કલેક્ટર બનજે, પછી મને મળવા આવજે.” નાનકડી સામ્યાએ પણ પૂરા આત્મવિશ્વાસ સાથે ‘દાદા’ ને વચન આપ્યું કે તે મોટી થઈને ચોક્કસ તેમને મળવા આવશે.

સપનું પૂરું થયાનો અહેસાસ

સામ્યાએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, મેં દાદાને વિનંતી કરી હતી અને તેમણે મારી વાત યાદ રાખી. આજે મારું અને મારી સ્કૂલનું સપનું પૂરું થયું છે.” આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીની આ સહજતાએ માત્ર શાળા પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના લોકોના દિલ જીતી લીધા છે.

આ પણ વાંચો :T20 World Cup 2026:T20 વર્લ્ડ કપનો રોમાંચ આજથી શરૂ, પ્રથમ દિવસે ત્રણ મેચ વાનખેડેમાં ભારત-અમેરિકા હાઈવોલ્ટેજ ટક્કર

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે