Fake News : ઈઝરાયલ-હમાસ યુદ્ધના ખોટા સમાચાર ફેલાવવામાં ભારત કેન્દ્ર સ્થાને

0
402

Fake News : ઑક્ટોબર 7 ના રોજ, સશસ્ત્ર જૂથ હમાસ દ્વારા ઇઝરાયેલ પર ઓચિંતો હુમલો શરૂ કર્યાના કલાકોમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇઝરાયેલના સમર્થનની લહેર છલકાઇ ગઈ હતી, જેમાંથી ઘણા સમાચાર નકલી (Fake News) સમાચાર પણ હતા.

ઘોંઘાટ વચ્ચે જે બહાર આવ્યું તે એ હતું કે ભારતીય સોશિયલ મીડિયાના કેટલાક એકાઉનટ્સ દ્વારા તેને ખોટી રીતે બનાવવામાં આવ્યા અને અનેક સોશિયલ પ્લેટફોર્મ પર તેણે સેર પણ કરવામાં આવ્યા.

ઇઝરાયેલે હમાસ સામે યુદ્ધની ઘોષણા કર્યાના દિવસો પછી, એક બ્લુ-ટિક-વેરિફાઇડ હેન્ડલરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ  કર્યો, જેણે 840,000 થી વધુ વ્યૂ મેળવ્યા. પરંતુ આ વીડિયો 2021 નો હતો (Fake News) અને વર્તમાન યુદ્ધ સાથે તેને કોઈ લેવાદેવા ન હતું.

તેવી જ રીતે, એક હિંદુ કટ્ટરપંથી ન્યૂઝ ચેનલ જેને થોડા સમય પહેલા ટ્વીટર દ્વારા બ્લોક કરવામાં આવ્યા છે તેના એડિટર-ઇન-ચીફે, માનવાધિકાર ઉલ્લંઘનના દસ્તાવેજી 20 પાનાના યુએન રિપોર્ટને ફાડી નાખતા ઇઝરાયેલના પ્રતિનિધિનો વિડીયો ક્લિપ ટ્વિટર (એક્સ) પર શેર કર્યો જે હકીકતમાં 2021 નો હતો.

નિષ્ણાતો કહે છે કે ઇઝરાયેલ-હમાસ યુદ્ધે ભારતમાં મોટા અને નાના બંને પ્રકારના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની વિશાળ પહોંચ બનાવી છે, જેણે મુસ્લિમ વિરોધી અને ઇઝરાયેલ તરફી ઉત્સાહની લહેર ચલાવવામાં સફળતા મેળવી છે.

સપોર્ટ રેશિયો :

ઇઝરાયેલ-હમાસ યુદ્ધની સોશિયલ મીડિયા પર અસર –

ઇઝરાયેલ-ગાઝા યુદ્ધ સંબંધિત ભારતમાં X (ટ્વીટર) પર ટોચની 10 નકલી સમાચાર (Fake News), પોસ્ટ્સ અને સમાચારોનું વિશ્લેષણ.

1 1
Source: X, archive.org, Narrative Research Lab

નવી દિલ્હીમાં નેરેટિવ રિસર્ચ લેબએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (એક્સ) પર ભારતમાં ટ્રેન્ડિંગ હેશટેગ્સ અને શબ્દસમૂહોને સ્કેન કર્યા, જેથી યુદ્ધ વિશેના રાજકીય વર્ણનને કેવી રીતે આકાર આપવામાં આવે છે તે વધુ સારી રીતે સમજી શકાય.

‘અમે ભારતીયો’ એક એવી અભિવ્યક્તિ છે જેનો ઉપયોગ રાષ્ટ્રવાદી ગૌરવને ઉત્તેજીત કરવા માટે થાય છે. આનો ‘કીવર્ડ’ તરીકે ઉપયોગ કરીને, એક યુઝર્સે કુલ 4,316 ટ્વીટ્સનું વિશ્લેષણ કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો, જેમાંથી 2,200માં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વિશેના શબ્દો હતા. 1,250 થી વધુ ઇઝરાયેલ તરફી હતા, અને લગભગ 250 પેલેસ્ટાઇન તરફી હતા, જે ઇઝરાયેલની તરફેણમાં 5:1 નો રેશિયો દર્શાવે છે.

સોશિયલ મીડિયા માપવાના પ્રયાસરૂપે, લેબએ બે હેશટેગ્સનું પણ વિશ્લેષણ કર્યું- #IstandwithIsrael અને #IsraelPalestineWar. પહેલાનો વૈશ્વિક સ્તરે ઉપયોગ થતો હતો, પરંતુ લેબએ સર્ચ કરતા જાણવા મળ્યું કે આ હેશટેગ્સનો ઉપયોગ કરવામાં ભારતીય એકાઉનટ્સની નોંધપાત્ર સંખ્યા હતી.

દિલ્હી યુનિવર્સિટીના એક પ્રોફેસર વર્તમાન ‘મુસ્લિમ વિરોધી ભાવના’ અને હિન્દુત્વ જેવી હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારાઓના ઉદય વચ્ચે જોડાણ જુએ છે,  તેમણે કહ્યું,  હિંદુત્વ સમર્થકો દેશભરમાં તમામ ખરાબીઓ-દરેક ખરાબ બાબતો માટે મુસ્લિમોને જવાબદાર માને છે. ઇઝરાયેલને લોકો એક રોલ મોડેલ તરીકે જોવાનું શરૂ કર્યું છે કારણ કે ઇઝરાયેલ મુસ્લિમો સાથે જે કરવા માંગે છે તે નીડર થઈને કરે છે.”

નેધરલેન્ડની લીડેન યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના સહયોગી પ્રોફેસર નિકોલસ બ્લેરેલે જણાવ્યું કે, ભારતમાં ‘જનરેશન શિફ્ટ’ થઈ છે. છેલ્લા એક દાયકામાં, બ્લેરેલે અવલોકન કર્યું છે કે, ભારત ઇઝરાયેલ પ્રત્યે વધુ આકર્ષાયો છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં અમુક અંશે, ભારતીય જનતા પાર્ટી (BJP) ને ઇઝરાયલ સાથે સુવાળા સંબંધો બનાવવા તરફ દોરી છે.

બ્લેરેલે વધુમાં કહ્યું કે, “આતંકવાદ એ એવી વસ્તુ છે જેણે ભારત સરકારને છેલ્લા કેટલાક વર્ષોમાં ઇઝરાયલની નજીક લાવી છે, પરિણામે, ભારતનું રાજકીય ક્ષેત્ર આજે વિશિષ્ટ રીતે પેલેસ્ટાઈન તરફી ઇકોસિસ્ટમમાંથી પરિવર્તિત થઈને સંપૂર્ણપણે ઇઝરાયેલની સ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે”

વાસ્તવમાં, ભારત 1947માં યુનાઇટેડ કિંગડમથી આઝાદી મેળવી ત્યારથી પેલેસ્ટાઇન અધિકારનું સમર્થન કરતું આવ્યું હતું. તે સમયે, યુનાઇટેડ નેશન્સે અલગ ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન રાજ્યો બનાવવા માટે ‘વિભાજન યોજના’ પ્રસ્તાવ લાવી હતી, જેનો ભારતે વાંધો ઉઠાવ્યો હતો.

જો કે, આ યોજના ક્યારેય અમલમાં આવી નથી. પછીના વર્ષે, ઇઝરાયેલે સ્વતંત્રતાની ઘોષણા કરી અને એક નિરંતર ચાલવાવાળા સંઘર્ષને વેગ આપ્યો. જે પેલેસ્ટિનિયનને સામૂહિક વિસ્થાપન તરફ દોરી ગઈ.

તેમ છતાં 1974 માં, ભારતે પેલેસ્ટાઈન સમર્થનની પેટર્ન ચાલુ રાખી અને પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (PLO) ને ‘એકમાત્ર અને કાયદેસર પ્રતિનિધિ’ તરીકે માન્યતા આપનાર ભારત પ્રથમ બિન-આરબ દેશ બન્યો.

જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ઈઝરાયેલ નજીક આવવા લાગ્યા છે. 26 નવેમ્બર, 2008 ના રોજ ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં થયેલા હુમલાઓએ પરિવર્તનને વેગ આપ્યો. જેમાં 160 થી વધુ લોકો માર્યા ગયા અને 300 થી વધુ ઘાયલ થયા હતા. એક યહૂદી પરિવાર જે નરીમાન હાઉસમાં હતું તેણે પણ ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો.

વેપાર અને નવીનતાએ પણ ભારત અને ઇઝરાયેલને એકબીજાની નજીક લાવ્યા છે. જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ગુજરાત માટે ઉપયોગી એવા ટપક સિંચાઈ અને પાણીના ડિસેલિનેશન સહિત ઈઝરાયેલની ટેક્નોલોજીઓ પ્રત્યે આકર્ષણ દર્શાવ્યું હતું.

ઈઝરાયેલ ભારતને શસ્ત્રોનું સપ્લાયર પણ કરતુ રહ્યું છે, જેમાં 1999માં કારગીલમાં પાકિસ્તાન સાથેની અથડામણ દરમિયાન વપરાયેલા શસ્ત્રો પણ સામેલ છે. ઇઝરાયેલના સર્વેલન્સ ડ્રોન અને મોર્ટાર શેલ્સે ભારતને તે સંઘર્ષમાં વિજયી બનવામાં મદદ કરી હતી.

તાજેતરમાં, ઇઝરાયેલની સાઇબર-ઇન્ટેલિજન્સ ફર્મ NSO ગ્રૂપ પાસેથી પેગાસસ સ્પાયવેર ખરીદવાનો આરોપ લગાવનારા દેશોમાંનું ભારત પણ એક હતું. ટીકાકારોએ મોદી સરકાર પર ન્યાયાધીશો, પત્રકારો, કાર્યકરો અને રાજકીય નેતાઓ સહિત અન્ય લોકો વિરુદ્ધ સ્પાયવેર ગોઠવવાનો આરોપ લગાવ્યો છે.

નિષ્ણાતો મને છે કે, 2014માં વડાપ્રધાન મોદી સત્તામાં આવ્યા બાદ ઇઝરાયેલ પ્રત્યે ભારતની વિદેશ નીતિમાં સૌથી મોટો ફેરફાર થયા છે. 2017માં ઈઝરાયેલની મુલાકાત લેનારા નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા હતા.

“ઇઝરાયલ સાથે એકતા વ્યક્ત કરવા અને પેલેસ્ટાઇન વિશે કંઇ ન કહેવાના મોદીના પ્રતિભાવથી હું ચોંકી ગયો હતો, કારણ કે ભારતની નીતિ અત્યાર સુધી તટસ્થતાની રહી છે.”

– વોશિંગ્ટન, ડીસીમાં વિલ્સન સેન્ટર થિંક ટેન્કના દક્ષિણ એશિયા ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર

7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદ મોદીએ ઈઝરાયેલના સમર્થનમાં જોરદાર જાહેરાતો કરી છે. તેણે શરૂઆતમાં ટ્વીટ કર્યું કે, “અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે ઇઝરાયેલ સાથે ઊભા છીએ.”

તે દિવસે પછીના ફોલો-અપ નિવેદનમાં મોદીએ કહ્યું હતું કે “ભારત આતંકવાદને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં સખત અને સ્પષ્ટપણે વખોડે છે”.

1

પરંતુ બેમાંથી કોઈ નિવેદનમાં પેલેસ્ટિનિયનોના જીવન અથવા દુર્દશાનો કોઈ સંદર્ભ નથી. પાંચ દિવસ બાદ ભારત સરકારે પેલેસ્ટાઈન સંબંધોના નિયમિત મીડિયા બ્રીફિંગ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં, વિદેશ મંત્રીના પ્રવક્તાએ કહ્યું કે, “પેલેસ્ટાઈન પર ભારતની સ્થિતિ બદલાઈ નથી.”