ભારત વિશ્વની પાંચમી સૌથી અર્થ વ્યવસ્થા :અશ્વિની વૈષ્ણવ

0
156

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ અગાઉની UPA સરકારના કાર્યકાળ દરમિયાન ૨૦૦૪ થી ૨૦૧૪ સુધીનો સમય એક ગુમાવેલો સમય હતો. તે સમયે ભારતની અર્થવ્યવસ્થા દસમાં સ્થાન પર હતી. જયારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની NDA સરકાર દરમિયાન ભારત સતત ઉંચાઈએ પહોંચ્યું છે. અને વિપક્ષોએ પણ આ વાતનો સ્વીકાર કરવો જોઈએ .

અહી ઉલ્લેખનીય છેકે મોદી સરકારના નવ વર્ષ પુરા થતા દેશભરમાં સરકારની કામગીરી અને સિધ્ધિઓને જનતાની વચ્ચે જનસંવાદ અભિયાન દ્વારા ભાજપે પ્રચાર કાર્ય આરંભી દીધું છે. ત્યારે ભાજપના ટોચના નેતાઓ સહિત સાંસદોને પોતાના વિસ્તારમાં પ્રજાની વચ્ચે જઈને નવ વર્ષના વિકાસના કામોને બતાવવા ખાસ આયોજન દરેક શહેરમાં કરવામાં આવ્યું છે ત્યારે આ નિવેદન સામે આવ્યું છે.

આપને જણાવી દઈએ કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે ત્યારે બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું છે. કોંગ્રેસ ભાજપ સરકાર પર આક્ર સવાલો કરી રહ્યું છે ત્યારે ભાજપ દ્વારા સરકારની સિધ્ધિઓ ગણાવાઈ રહી છે. તમામ પક્ષો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે . જોવાનું એ રહેશે કે આગામી ચૂંટણીમાં જનતા તેનો મિજાજ કેવો બતાવે છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ