India AI Impact Summit 2026:   PM મોદીએ ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’નું કર્યું ઉદ્ઘાટન; ખેતીથી શિક્ષણ સુધી AIનો દબદબો

0
99
India AI

India AI Impact Summit 2026: ભારતની રાજધાની દિલ્હીમાં આજથી ટેકનોલોજીના નવા યુગનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ની થીમ પર આધારિત આ સમિટમાં વિશ્વભરના દિગ્ગજો એક મંચ પર એકઠા થયા છે.

India AI Impact Summit 2026

India AI Impact Summit 2026: વિશ્વના દિગ્ગજોનો જમાવડો

આ પાંચ દિવસીય કાર્યક્રમમાં ગૂગલના CEO સુંદર પિચાઈ, OpenAIના સેમ ઓલ્ટમેન, Nvidiaના જેન્સન હુઆંગ અને મુકેશ અંબાણી સહિતના 40થી વધુ ગ્લોબલ CEO ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ અને ફ્રાન્સ-બ્રાઝિલ જેવા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની હાજરી આ સમિટને વૈશ્વિક સ્તરે મહત્વની બનાવી રહી છે.

India AI Impact Summit 2026

India AI Impact Summit 2026: સામાન્ય જનતા માટે શું છે ખાસ?

70,000 ચોરસ મીટરમાં ફેલાયેલા આ એક્સ્પોમાં 300થી વધુ કંપનીઓ પોતાના અદ્યતન ગેજેટ્સનું પ્રદર્શન કરી રહી છે. સામાન્ય લોકો માટે અહીં 5 મુખ્ય આકર્ષણો છે:

  • AI ઇમ્પેક્ટ એક્સ્પો: 30 દેશોની ટેકનોલોજીનું જીવંત પ્રદર્શન.
  • શિક્ષણ અને કૌશલ્ય: વિદ્યાર્થીઓ માટે ‘YUVAi’ અને ‘AI for ALL’ જેવા લર્નિંગ પ્રોગ્રામ્સ.
  • રોજિંદી સમસ્યાઓનું નિવારણ: ખેતીમાં પાકની બીમારી ઓળખવા અને હોસ્પિટલમાં બહેતર સારવાર માટેના AI મોડલ્સ.
  • એક્સપિરિયન્સ ઝોન: સ્માર્ટ હેલ્થ મોનિટરિંગ અને AI ટ્યુટરનો પ્રત્યક્ષ અનુભવ લેવાની તક.
  • સ્ટાર્ટઅપ્સ સાથે સીધો સંવાદ: નવા ઇનોવેટર્સ સાથે મુલાકાત અને ભવિષ્યની ટેકનોલોજીની સમજ.
India AI Impact Summit 2026

India AI Impact Summit 2026: 7 ચક્રો અને 3 સૂત્રો પર ધ્યાન

આ સમિટ માત્ર પ્રદર્શન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે લોકો, ગ્રહ અને પ્રગતિના ત્રણ મુખ્ય સૂત્રો પર આધારિત છે. ચર્ચાઓને સામાજિક સશક્તિકરણ, સુરક્ષિત AI અને આર્થિક વિકાસ જેવા 7 મહત્વના ‘ચક્રો’માં વહેંચવામાં આવી છે.

India AI Impact Summit 2026

India AI Impact Summit 2026: આગામી દિવસોનું આકર્ષણ

  • 17 ફેબ્રુઆરી: ખેતી, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે AIના ઉપયોગ માટે 6 રિસર્ચ બુક્સ લોન્ચ થશે.
  • 19 ફેબ્રુઆરી: PM મોદી વિશ્વના ટોચના CEO અને બિલ ગેટ્સ જેવા દિગ્ગજો સાથે બેઠક કરી ભારતમાં મોટા રોકાણો અંગે ચર્ચા કરશે.
  • 20 ફેબ્રુઆરી: સમિટના અંતિમ દિવસે AIને સુરક્ષિત અને ભરોસાપાત્ર બનાવવા માટે ‘GPAI કાઉન્સિલ’ની બેઠક યોજાશે.

વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ સમિટ માનવતાની પ્રગતિ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાના ભારતના સંકલ્પને દર્શાવે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

Surat news:સુરતમાં ‘તાલિબાની’ ચિરાગ ગોટીનું જાહેરમાં સરઘસ: ફાટેલા કપડાં, ચપ્પલનો વરસાદ અને લોકોનો ‘ટપલી દાવ’