HomeDeshIndia Achieves 7.8% Economic Growth: જરૂરી ન હોય તો સોનાની ખરીદી ટાળો,...

India Achieves 7.8% Economic Growth: જરૂરી ન હોય તો સોનાની ખરીદી ટાળો, વૈશ્વિક સંકટ વચ્ચે ભારતે 7.8% આર્થિક વૃદ્ધિ હાંસલ કરી – PM મોદી

India Achieves 7.8% Economic Growth: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા આર્થિક સંકટો વચ્ચે ભારતે શાનદાર પ્રદર્શન કરતા 7.8%નો મજબૂત આર્થિક વિકાસ દર (GDP Growth) હાંસલ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશ જારી કરીને દેશવાસીઓને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે અને તેને નાગરિકોની મહેનત અને સામૂહિક તાકાતનું પરિણામ ગણાવ્યું છે.

India Achieves 7.8% Economic Growth

India Achieves 7.8% Economic Growth: સોનાની ખરીદી અને વિદેશી પ્રવાસ ટાળવા અપીલ

વડાપ્રધાન મોદીએ દેશના વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserve) ને મજબૂત કરવા માટે નાગરિકોને ફરી એકવાર વિશેષ અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો જરૂર ન હોય તો સોનું ન ખરીદવું જોઈએ.’ આ સાથે જ તેમણે વિદેશોમાં ફરવા જવાનું અને વિદેશમાં લગ્ન કરવાનું ટાળીને ‘મેક ઇન ઇન્ડિયા’ અને સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો હતો. પીએમે જણાવ્યું કે દેશમાં જેટલો વધુ આત્મનિર્ભરતા પર ભાર મૂકાશે, એટલી જ ઝડપથી ભારત આગળ વધશે.

દેશની અંદર કેટલાક લોકો નિરાશા અને જૂઠના સહારે માહોલ ખરાબ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરતા પીએમે કહ્યું કે આ તમામ પડકારોને પાર કરીને દેશે વિકાસની રફ્તાર જાળવી રાખી છે અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને ચોક્કસપણે હાંસલ કરવામાં આવશે.

India Achieves 7.8% Economic Growth: પીએમ શા માટે સોનું ન ખરીદવાની અપીલ કરી રહ્યા છે? કારણો:

  • વિદેશી મુદ્રા ભંડારનું રક્ષણ: ભારત પોતાની જરૂરિયાતનું આશરે 99% સોનું વિદેશથી આયાત કરે છે. વર્ષ 2025-26માં સોનાનું આયાત બિલ આશરે 6.4 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું, જે વિદેશી સામાનના કુલ ખર્ચમાં 9% હિસ્સા સાથે બીજા નંબરે છે.
  • વધતા ભાવ અને આયાત બિલ: સોનાની વૈશ્વિક કિંમતો વધીને આશરે 1.52 લાખ ડોલર પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. કિંમતોમાં ભારે ઉછાળાને કારણે ભારતનું આયાત બિલ પણ વધી રહ્યું છે, જેની સીધી અસર દેશના ફોરેન રિઝર્વ પર પડે છે.
  • રૂપિયાની મજબૂતાઈ: જો નાગરિકો બિનજરૂરી સોનાની ખરીદી ઘટાડે, તો દેશનું આયાત બિલ ઘટશે, વિદેશી મુદ્રા ભંડારમાં ડોલર જળવાઈ રહેશે અને રૂપિયો ઝડપથી નબળો પડતો અટકાવી શકાશે.
  • વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ, વર્ષ 2026ના પ્રથમ ક્વાર્ટરમાં ભારતમાં ઘરેણાં કરતાં રોકાણ માટે સોનાની માગ વધુ રહી છે.

વધુ સમાચાર વાંચવાં માટે અંહી ક્લિક કરો

સુરત-ઉદયપુર વચ્ચે દોડશે નવી વંદે ભારત એક્સપ્રેસ, મધ્ય અને દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓને મોટી ભેટ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments