IndependenceDay : ભારતમાં આજે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી, જાણો વડાપ્રધાન મોદીના ભાષણની મહત્વની વાતો  

0
106
IndependenceDay
IndependenceDay

IndependenceDay :  ભારત દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. દિલ્હીના લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 11મી વખત  રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.. પંચરંગી પાઘડી પહેરીને વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી વર્ષ 2047 સુધીમાં વિશ્વ સમક્ષ ભારતનું વિઝન રજૂ કર્યું હતું. વર્ષ 2047માં ભારત આઝાદીની 100મી વર્ષગાંઠની ઉજવણી કરશે અને ત્યાં સુધીમાં વડાપ્રધાને ભારતને ફરીથી સોને કી ચિડિયા બનાવવા સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમના ભાષણમાં તેમણે બાળકો, મહિલાઓ, છોકરીઓ, યુવાનો, વૃદ્ધો, સેના, ખેડૂતો વગેરે સહિત સમાજના દરેક વર્ગનો ઉલ્લેખ કર્યો હતો. તેમની સરકારના આગામી 5 વર્ષ માટેના લક્ષ્યોની રૂપરેખા રજૂ કરી હતી.  

IndependenceDay : વડાપ્રધાન મોદીના ભાષણની મહત્વની વાતો

1 ) IndependenceDay : વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં આગામી 5 વર્ષમાં મેડિકલ કોલેજોમાં 75 હજાર બેઠકો વધારવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે હવે દેશના યુવાનોને મેડિકલ શિક્ષણ માટે દેશની બહાર જવું નહીં પડે. મેડિકલ રિસર્ચ પર એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં લગભગ એક લાખ મેડિકલ સીટમાં વધારો કરવામાં આવ્યો હતો અને આગામી 5 વર્ષમાં 75,000 સીટ વધારીને અમે યુવાનોને ભારતમાં રહીને મેડિકલ કોર્સ કરવાની તક આપીશું.

GU qfZJW4AAsR3e

૨ ) IndependenceDay : વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક 2024 સમાપ્ત થયું છે. જેમાં ભારતીય ખેલાડીઓએ સારુ પ્રદર્શન કર્યું છે, અને મેડલ પણ જીત્યા છે. ભારત ઓલિમ્પિક 2036ની યજમાની કરવા માંગે છે. મોદી સરકાર આ માટે તૈયારી કરી રહી છે. ઓલિમ્પિક એસોસિએશન સાથે વાત કરીને આ લક્ષ્યાંક હાંસલ કરવાના પ્રયાસો કરવામાં આવશે.

 

3 ) IndependenceDay : AI ટેક્નોલોજીનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ ગેમિંગ ઈન્ડસ્ટ્રીને ઈન્ટરનેશનલ લેવલ પર લઈ જવાનું વચન આપ્યું હતું. આજે દેશમાં જ રમકડાં બને છે, જે હાઈટેક બની ગયા છે. ભારત એક વિશાળ ગેમિંગ ઈન્ડસ્ટ્રી પણ ધરાવે છે. AI ટેક્નોલોજીએ આ ઉદ્યોગને નવો આકાર આપ્યો છે. તેથી, અમે ભારતમાં બનેલા રમકડાં અને ગેમિંગને સમગ્ર વિશ્વમાં લઈ જઈશું.

GU9 qrgaAAAsNde

4 ) IndependenceDay : વડાપ્રધાન મોદીએ આજે તેમના ભાષણમાં સેક્યુલર સિવિલ કોડનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે દેશમાં કોમ્યુનલ સિવિલ કોડ હજુ પણ અમલમાં છે, જેને સેક્યુલર સિવિલ કોડમાં બદલવાનો પ્રયાસ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે UCC વિશે પણ વાત કરી છે. સરકારને આ મુદ્દા પર વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે, જેથી દેશને ધાર્મિક ભેદભાવના વલણમાંથી મુક્તિ મળી શકે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો