IND vs SL :  ગૌતમ ગંભીરની નવી ઇનિંગ્સની શરૂઆત શ્રીલંકાના પ્રવાસથી, જાણો ભારતીય ટીમમાં કોને મળશે સ્થાન ?    

0
202
IND vs SL
IND vs SL

IND vs SL :  ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ ગૌતમ ગંભીર પોતાની નવી ઇનિંગ્સ માટે તૈયાર છે, ભારતીય ક્રિકેટ ટીમ જુલાઈ માસના અંતમાં શ્રીલંકાના પ્રવાસે જઈ રહી છે, અને આ પ્રવાસથી ગૌતમ ગંભીર પોતાની નવી ઇનિંગ્સની શરૂઆત કરશે,  ગંભીરે રાહુલ દ્રવિડનું સ્થાન લઇ લીધું છે,  

ભારતીય ટીમ હાલમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે, જ્યાં તે 5 મેચની T20 શ્રેણી રમી રહી છે. આ પછી તેને શ્રીલંકા પ્રવાસ પર જવાનું છે, જ્યાં 3 મેચની વનડે અને 3 મેચની ટી-20 શ્રેણી રમવાની છે. આ બંને સિરીઝનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.

29

IND vs SL :   હજુ ટીમની જાહેરાત બાકી

1 99

IND vs SL :  શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ સપ્તાહના અંતમાં ટીમની જાહેરાત કરવામાં આવશે, સુત્રોનું માનીએ તો  T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા કેપ્ટન રોહિત શર્મા આ પ્રવાસ પર નહીં જાય અને આરામ લેશે. આવી સ્થિતિમાં શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય T20 ટીમની કપ્તાની હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી શકે છે. જ્યારે ODIની કમાન કેએલ રાહુલને આપવામાં આવી શકે છે. આ ઉપરાંત, ODI અને T20 બંને ટીમો બહુ અલગ નહીં હોય. ઝિમ્બાબ્વે સામેની ટી-20 સીરીઝમાં કેપ્ટનશીપ કરી રહેલા શુભમન ગિલને માત્ર વનડે સીરીઝ માટે જ પસંદ કરવામાં આવશે.

IND vs SL :   સૂર્યકુમાર યાદવ બંને ફોર્મેટમાં રમી શકે છે

IND vs SL :   સૂર્યકુમારને બંને ટીમમાં પસંદ કરવામાં આવી શકે છે જ્યારે કેએલ રાહુલને ટી20 ટીમની બહાર રાખવામાં આવી શકે છે. સંજુ સેમસનને બંને ટીમમાં જગ્યા મળી શકે છે. જ્યારે કુલદીપ યાદવને ODIમાં રાખવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ પણ T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લઈ લીધો છે. આવી સ્થિતિમાં તેની જગ્યા પણ ભરાઈ જશે. રિપોર્ટ્સ અનુસાર, રોહિત સિવાય કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પણ આ પ્રવાસમાંથી આરામ લઈ શકે છે. આવી સ્થિતિમાં વનડેમાં નંબર-3 પર કોહલીની જગ્યાએ સંજુ સેમસન અથવા કેપ્ટન કેએલ રાહુલ પોતે આવી શકે છે. બંને ટીમમાં સૂર્યકુમાર યાદવની પસંદગી થઈ શકે છે.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો