“IND vs SA” : બસ એક મેચ વધુ  અને 17 વર્ષના દુકાળનો અંત, આવતીકાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ફાઈનલ મુકાબલો  

0
128
"IND vs SA"
"IND vs SA"

“IND vs SA” :  જે સપનું ભારત પાછલા 17 વર્ષથી જોઈ રહ્યું છે, તેના નજીક ભારત ફરીવાર પહોંચ્યું છે, વર્ષ 2007 માં icc ટી 20 વિશ્વકપ ભારતે જીત્યો હતો , 17 વર્ષ થયા ભારત હજુ સુધી એ તાજ સુધી પહોંચી શક્યો નથી, પરંતુ વર્ષ ૨૦૨૪માં ભારત ફરીવાર એ તાજની એકદમ નજીક પહોંચી ગયું છે, બસ માત્ર હવે એક મેચ અને ભારતનો ૧૭ વર્ષનો દુકાળ પૂરો થશે, આવતીકાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી 20 વિશ્વકપ ૨૦૨૪ની ફાઈનલ મેચ રમાવવા જઈ રહી છે,       

"IND vs SA"

“IND vs SA” :   આવતીકાલે ICC મેન્સ T20 વર્લ્ડ કપની ટાઈટલ મેચ બ્રિજટાઉન, બાર્બાડોસમાં રમાશે. આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં કુલ આઠ મેચ રમાઈ છે જેમાંથી એક મેચ અનિર્ણિત રહી હતી. સાત મેચમાં ચાર વખત ટોસ જીતનારી ટીમે મેચ જીતી છે.

“IND vs SA” :  ટીમ ઈન્ડિયા શનિવારે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ ત્રીજી વખત હશે જ્યારે આપણે ફાઈનલ રમીશું. આ પહેલા અમે 2007માં પ્રથમ T20 વર્લ્ડ કપમાં ખિતાબ જીત્યો હતો.   2014 વર્લ્ડ કપમાં ટાઈટલ મેચમાં શ્રીલંકાથી હારનો સામનો કરવો પડ્યો હતો. અને હવે ૨૦૨૪માં ભારત ફરીવાર ફાઈનલમાં પહોંચ્યું છે. ગતરોજ  ગુયાનામાં ગુરૂવારે મોડી રાત્રે રમાયેલી સેમીફાઈનલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. હવે તેનો શનિવારે બાર્બાડોસમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરવાનો છે.

"IND vs SA"

“IND vs SA” :  ભારતનો બીજો મુકાબલો બાર્બાડોસમાં રમાશે આ પહેલા ટીમે અફઘાનિસ્તાનનો સામનો કર્યો હતો અને જીત મેળવી હતી. ચાલો જાણીએ કે બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ 2024ની કેટલી મેચો યોજાઈ છે? આ મેદાનમાં ટોસનો રેકોર્ડ કોના પક્ષમાં રહ્યો છે? આ ટુર્નામેન્ટમાં બાર્બાડોસમાં મહત્તમ અને લઘુત્તમ સ્કોર શું છે? શા માટે અહીં ભારતનો હાથ ઉપર છે?

“IND vs SA” :   આ વર્લ્ડ કપમાં બાર્બાડોસમાં અત્યાર સુધી આઠ મેચ રમાઈ છે

"IND vs SA"

ICC મેન્સ T20 વર્લ્ડ કપની ટાઈટલ મેચ બ્રિજટાઉન, બાર્બાડોસમાં રમાશે. વર્તમાન વર્લ્ડ કપમાં આ મેદાન પર આઠ મેચ રમાઈ છે જેમાંથી ત્રણ મેચ સુપર એઈટની હતી. અહીં આઠમાંથી એક મેચ પરિણામ વિના રહી. અત્યાર સુધી રમાયેલી મેચોમાં સૌથી વધુ સ્કોર 201 રન ઓસ્ટ્રેલિયન ટીમનો હતો. સાત મેચમાં ચાર વખત એવું બન્યું છે કે ટોસ જીતનારી ટીમે જીત નોંધાવી હોય. બાકીની ત્રણ ટીમો ટોસ હાર્યા બાદ પણ જીતી છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.

“IND vs SA” :   ભારત-દક્ષિણ આફ્રિકા સામસામે

"IND vs SA"

T20 ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા પર ભારતનો દબદબો છે. બંને વચ્ચે કુલ 26 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 14 અને આફ્રિકાએ 11માં જીત મેળવી છે.  જયારે એક મેચ અનિર્ણિત રહી હતી. ટી-20 વર્લ્ડ કપમાં પણ ભારતનો સાઉથ આફ્રિકા પર દબદબો છે. બંને ટીમો છ વખત આમને સામને આવી છે જેમાં ભારતે ચાર મેચ જીતી છે જ્યારે દક્ષિણ આફ્રિકાએ બે મેચ જીતી છે. આવી સ્થિતિમાં ભારત ટાઈટલ મેચ જીતવા માટે પ્રબળ દાવેદાર છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો