IND vs AFG : ઇશાન કિશનનો આથમતો સુરજ કે bcciનો અન્યાય

0
242
IND vs AFG
IND vs AFG

IND vs AFG  :  ભારતના બીજા વીરેન્દ્ર સહેવાગ કહેવાતા ઇશાન કિશનની હાલ પડતી ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે, સતત ફ્લોપ શો અને બેંચ પર બેસી રહેવાના કારણે હવે ઇશાન કિશન ટીમ સીલેકટરની નજરમાંથી ગાયબ થઇ ગયો હોય તેમ લાગી રહ્યું છે. ઓસ્ટ્રેલીયા,વેસ્ટ ઇન્ડીઝ અને હવે અફઘાનિસ્તાન સામેની સીરીઝમાંથી પણ ઇશાન કિશનનું નામ ગાયબ થઇ ગયું છે,

IND vs AFG  :  આવતીકાલેથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T-20 સીરીઝ શરુ થઇ રહી છે, ભારતના વિકેટકીપર ઓપનર બેસ્ટમેન ઇશાન કિશનનું આ સીરીઝ માટે પણ સિલેકશન કરવામાં આવ્યું નથી, સતત ફ્લોપ રહેનારા ઇશાન કિશન પર હવે સીલેકટરને વિશ્વાસ રહ્યો નથી, આ સાથે સીલેકટરને જીતેશ શર્મા અને સંજુ સેમશન જેવા ઓપ્શન પણ મળી ગયા છે, જેથી ઇશાન કિશન તરફ સીલેકટરનું ધ્યાન જઈ રહ્યું નથી.  

ISAN

               

IND vs AFG  :  સુત્રોનું માનીએ તો પાછલી કેટલીક સીરીઝોમાં સતત બેંચ પર બેસી રહેવા અને કોઈજ મેચમાં સારું પર્ફોમન્સ ના આપવાના કારણે ઇશાન કિશન માનસિક થાક અનુભવી રહ્યો છે, અને આ સાથે bcci પણ તેની લાગણીને સતત અવગણના કરતુ હોવાના કારણે ઇશાન કિશન થોડો વધુ પડતો નિરાસ જોવા મળી રહ્યો હતો, જેથી ઇશાન કિશને આફ્રિકા પ્રવાસ દરમ્યાન બ્રેક માંગ્યો હતો.     

IND vs AFG  : સતત ખરાબ પર્ફ્મોનસના કારણે ઇશાન કિશનને મોકો મળી રહ્યો નહોતો જેથી તે bcci અને ટીમ સિલેકશન સામે નારાજ જોવા મળી રહ્યો હતો, બીજીબાજુ ક્રિકેટ વલ્ડકપમાં સીલેકશન બાદ પણ મેચ રમવા ન મળતા તે નારાજ હતો, જેથી તેને ઓસ્ટ્રેલીયા સામેની ટી-20 મેચમાં બ્રેક માંગ્યો હતો પરંતુ બોર્ડે તેની માંગને સ્વીકારી નહોતી.

KISHAN

   

 આ પછી ઈશાન કિશને દક્ષિણ આફ્રિકા પ્રવાસની વ્હાઈટ બોલ ટૂર્નામેન્ટમાંથી ખસી જવાની અને ટેસ્ટ શ્રેણી રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ આ વખતે પણ તેને બ્રેક આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો.

IND vs AFG  :  ઇશાન કિશનની એક હરકતથી bcci સખત નારાજ હોવાનું સામે આવ્યું

જોકે સુત્રોનું માનીએ તો ઇશાન કિશનની એક હરકતથી bcci સખત નારાજ જોવા મળી રહ્યું છે, આફ્રિકા પ્રવાસ દરમ્યાન ઇશાન કિશને સીલેકટરને વિનતી કરી હતી કે તે સતત પ્રવાસ અને બેચ પર બેસી રહેવાના કારણે માનસિક થાક અનુભવી રહ્યો છે, તે થોડા સમય દેશ પરત ફરવા માંગે છે, અને બ્રેક લઈને ફેમીલી સાથે સમય વિતાવવા માંગે છે, જોકે ત્યારબાદ ઇશાન કિશન દુબઈમાં પાર્ટી કરતા જોવા મળ્યો હતો, આ હરકતથી bcci સખત નારાજ થયું હતું.        

party ISHAN KISHAN

અત્રે નોંધનીય છે કે ઈશાન કિશને અફઘાનિસ્તાન સામે ટી20 માટે પોતાને ઉપલબ્ધ જાહેર કર્યો હતો, પરંતુ નારાજ bcciએ તેને મોકો આપ્યો નહોતો. ટીમ ઈન્ડિયા સાથે મળેલી મર્યાદિત તકોમાં સારું પ્રદર્શન કરવા છતાં ઈશાન કિશન તમામ ફોર્મેટમાં પોતાનું સ્થાન ગુમાવી ચૂક્યો છે. ઈશાન કિશનને ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં તક મળશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી, બીજીબાજુ કેએલ રાહુલ વિકેટની પાછળ સારો દેખાવ કરી રહ્યો છે અને તેણે મિડલ ઓર્ડરમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે, તેથી ઈશાન કિશનને તક મળશે. શક્યતા ઓછી છે.  

તમે આ પણ વાંચી શકો છો

Flipkart Republic Day Sale 2024: લો આવી ગયો નવા વર્ષનો પ્રથમ સેલ