છેલ્લા 4 વર્ષમાં વાઘના મૃત્યુમાં વધારો
વર્ષ 2022માં 131ના વાઘના મોત
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ભારતમાં વર્ષ ૨૦૧૮થી ૨૦૨૨ની વચ્ચે વાઘની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.. સરકારે વાઘના મોતનો રિપોર્ટ સંસદમાં રજૂ કર્યો છે. જે મુજબ 2018 થી 2022 વચ્ચે દેશમાં વાઘના મૃત્યુની સંખ્યામાં વધારો નોંધાયો છે . બીજી તરફ 2022ની વાત કરીએ તો આ વર્ષમાં દેશભરમાં 131થી વધુ વાઘના મોત થયા છે જ્યારે વાઘના શિકારની ઘટનાઓમાં ઘટાડો થયો છે.સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, 108 વાઘ કુદરતી અને અન્ય કારણોસર મૃત્યુ પામ્યા હતા, જ્યારે 10 વાઘ શિકારને કારણે અને 3 વાઘ અન્ય કારણોસર મૃત્યુ પામ્યા હતા.જયારે 2021માં 127 વાઘના મોત થયા છે, આ પહેલા વર્ષ 2020માં 106 વાઘના મોત થયા હતા. આ જ રીતે 96 જેટલા વાઘ 2019 માં મૃત્યુ પામ્યા હતા અગાઉ 2018 માં, કુલ 101 વાઘ મૃત્યુ પામ્યા હતા.