ગાંધીનગર અને કલોલમાં કોરોનાના કેસમાં વધારો

0
54

ગાંધીનગરમાં કોરોનાનાં કેશમાં વધારો જોવા મળ્યો છે જેના કારણે ચિંતામાં વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કોરોનાના 22 પોઝિટિવ કેસ નોંધાયા છેકોરોનાના વધતા કેસના પગલે સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા ટેસ્ટની સંખ્યા વધારી દેવામાં આવી છે. જોકે, આજે જે પોઝિટિવ કેસ નોંધાયા તે તમામને હોમ આઇશોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે. મોટાભાગના દર્દીઓ ગાંધીનગર અને કલોલના હોવાનું સામે આવ્યું છે.હાલ કોરોનાનું સંક્રમણ કોમ્યુનિટી ટ્રાન્સફર સ્ટેજ સુધી પહોંચી ગયુ હોવાનું જણાઇ રહ્યુ છે. જે આગામી દિવસોમાં વધુ વકરે તેવી શક્યતા છે. એક તરફ અત્યારે લોકો ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યા છે. શરદી ખાંસી અને તાવના કેસો પણ વધ્યા છે. જે લક્ષણો મોટાભાગે કોરોનામાં પણ જોવા મળે છે. ત્યારે કોરોનાનાં વધતા કેસને રોકવા માટે આરોગ્ય તંત્રને થ્રી ટી એટલેકે, ટેસ્ટ, ટ્રેક અને ટ્રેસ પધ્ધતિ પર કામ કરવા સુચના આપવામાં આવી છે.