
૪૫ દિવસના બાળકને કોરોના, સોલા સિવિલમાં હાલ વેન્ટીલેટર પર
તાવ, શરદી, ઉધરસ, ઝાડા અને ઊલટીના કેસમાં વધારો
ગુજરાતમાં હાલમાં કોરોનાના કેસમાં વધઘટ જોવા મળી રહી છે, છેલ્લા ઘણા દિવસથી અમદાવાદમાં કોરોનાના ૧૦૦થી વધુ કેસ નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને, બાળકોમાં વાયરલ, ઇન્ફ્લુએન્ઝા અને કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યા છે. તે વચ્ચે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં માત્ર 45 દિવસનું બાળક કોરોના પોઝિટિવ આવ્યું છે. જે હાલમાં વેન્ટિલેટર પર છે. આપને જણાવી દઈએ કે, અહીં ઇન્ફ્લુએન્ઝા ગ્રસિત બે બાળકો 10 દિવસથી સારવાર હેઠળ છે. સોલા સિવિલમાં દરરોજ 1200થી 1500 દર્દીઓ આવે છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 506 દર્દીઓ હાલ દાખલ છે. તાવ, શરદી, ઉધરસ, ઝાડા અને ઊલટીના કેસોમાં વધારો થયો છે. દરરોજ વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ પણ વધી રહ્યા છે.