ગોંડલ માર્કેટયાર્ડમાં નવી જણસથી આવક

0
206

રાજકોટ જિલ્લાનું ગોંડલ માર્કેટયાર્ડમાં ધાણા, મરચા સહિતની જણસની મોટી માત્રામાં આવક થઈ રહી છે. માર્કેટયાર્ડમાં ધાણાની 1 લાખ ગુણીની આવક થઈ છે. જયારે ધાણાનો ભાવ 1400થી લઈને 2100 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. અને મરચાનાં ભાવની વાત કરીયે તો ભાવ રૂપિયા  4000થી લઈને 7000 સુધી પહોચ્યા છે માર્કેટયાર્ડ ખુલતા મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસ લઈને પહોંચ્યા હતા. જો કે મબલખ આવક અને કમોસમી વરસાદની આગાહીને પગલે ધાણાની આવક હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. માર્કેટયાર્ડના ચેરમેનના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદ બાદ ફરીથી ધાણાની આવક શરૂ કરવામાં આવશે