In winter you become stagnant : શિયાળાની આળસનો સામનો કરો

4
98
શિયાળાની આળસનો સામનો કરો
શિયાળાની આળસનો સામનો કરો

In winter you become stagnant : શિયાળાની આળસનો સામનો કરો. જયારે તાપમાનમાં ઘટાડો થાય છે ત્યારે લોકોમાં આળસ આવી જાય છે અને શક્ય તેટલું ઘરની અંદર રહે છે. સવારે ઉઠવાની આળસ ભરપુર આવે છે અને પોતાના બ્લેન્કેટ માંથી બહાર ન નીકળવાની ઈચ્છા થતી નથી. કસરત થતી નથી અને બેઠાડું આદતો શરીર માટે સારી નથી. એ તમારું વજન વધારે છે અને તેનાથી સ્વાસ્થ્ય પર અસર કરે છે. શિયાળાની આળસનો સામનો કઈ રીતે કરીએ. આવો, તમને શિયાળાની આળસનો સામનો કરવા અને સ્વાસ્થ્યની પણ સંભાળ રાખવાનું જણાવીએ.

શિયાળાની આળસનો સામનો કરો. શિયાળામાં આળસના વિવિધ પરિબળોને કારણ હોઈ શકે છે, જેમાં સૂર્ય પ્રકાશમાં ઘટાડો થવાથી સેરોતોનીનું સ્તર ઓછું થાય છે.હવામાન પરિસ્થિતિઓને કારણે તમારી શારીરિક પ્રવૃત્તિમાં ફેરફાર થઇ શકે છે. ઋતુઓ સાથે ડિપ્રેશનનો એક પ્રકાર છે અને સુસ્તીમાં પણ ભાગીદારી પૂરી પાડે છે.

આવો, તમને શિયાળાની આળસનો સામનો કરવા અને સ્વાસ્થ્યની પણ સંભાળ રાખવાનું જાણો.

શિયાળાની આળસનો સામનો કરો
શિયાળાની આળસનો સામનો કરો

૧. સૂર્યપ્રકાશનો મહત્તમ સંપર્ક – આ શિયાળાના મહિનામાં બ્લેન્કેટ તમને એમાં જ રહેવાનું મન કરે છે… ઓફીસમાં બધી બારી-બારણાં બંધ રાખીને જ કામ કરવાની ઈચ્છા થાય છે, જે તમને ઠંડા પવનથી બચાવે છે. પરંતુ દિવસના પ્રકાશમાં રહેવું અને સમય પસાર કરવો પણ એટલો જ મહત્વપૂર્ણ થઈ જાય છે. આ સેરોટોનીના સ્તરને વધારવામાં મદદ કરે છે, જે તમારા મૂળ ને એક્ટીવ રાખવામાં મદદ કરશે અને આળસ ને દુર ભગાડશે.

૨. ઘરની અંદર સક્રિય રહો – જયારે આઉટડોર ના વિકલ્પો મર્યાદિત હોય ત્યારે શારીરિક પ્રવૃત્તિનું સ્તર જાળવવા યોગ કરો, ઘરમાં જ વર્કઆઉટ કરો અથવા ડાન્સ જેવી ઇન્ડોર કસરતોમાં વ્યસ્ત રહો, ઇન્ડોર ગાર્ડનીંગ જેમ કે હોમ કિચન બનાવો જેથી તમારો દિવસ વ્યસ્ત રહેશે અને નિષ્ણાંત સૂચવે છે કે તમે ઘરના કામ પણ બધા કરીને તમારા શરીર ને મજબુત રાખી શકો છો જો તમે સારી માત્રામાં શારીરિક હલનચલન સામેલ હોય તો.

૩. સતત ઊંઘનું સમયપત્રક જાળવો – નિયમિત ઊંઘનું ટાઇમટેબલ પ્રમાણે ઊંઘવાનો સમય અને ગુણવતા યુક્ત ઊંઘને પ્રાધાન્ય આપો. સારી રીતે આરામ કરેલું શરીર સુસ્તીની લાગણીઓ સામે લડવાની તાકાત વધારે છે અને કામ કરવાનો સ્ટેમિના પણ.

૪. હાઈડ્રેટેડ રહો અને સારું ખાઓ – હાઈડ્રેશન અને સંતુલિત આહાર એકંદર આરોગ્ય માટે નિર્ણાયક છે. પોષક તત્વોથી ભરપુર ખોરાક સતત ઉર્જા પ્રદાન કરે છે, જે સુસ્તી સામે લડવામાં મદદ કરે છે. ગરમ અને સ્વસ્થ રહેવા માટે સૂપ, દૂધ જેવી વસ્તુઓનો ઉપયોગ કરો.

૫. નવા શોખ અજમાવો – તમારી જોબ-નૌકરી, ધંધો વગેરે કામનો ભાર તામ્ર પર હોઈ શકે છે પરંતુ શિયાળામાં દોડવાનું, આઉટડોર ગેમ્સ રમવાનું, વાંચવાનું, નવું-નવું શીખવાનું, ડાન્સિંગ-નૃત્ય, ચિત્રકામ કરવાનું વગેરે જેવા શોખ રાખવાથી તમારી દિનચર્યામાં એક્ટીવીટી રાખવાથી મન પણ ખુશ અને તણાવ મુક્ત રહેશે. ઊંડા શ્વાસ અને માઈન્ડ ફૂલ્નેસ તકનીકો અપનાવાનું.

શિયાળામાં ખુલ્લા પગે ચાલવાના અનેક ફાયદા, વાંચીને થઇ જશો દંગ

NEWS | કાંકરિયા ઝૂમાં ઠંડીને લઈ વિશેષ વ્યવસ્થા કરાઈ | VR LIVE


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

4 COMMENTS

Comments are closed.