કયા રાજ્યમાં થઈ NRC લાગુ કરવાની માગ ? વાંચો અહી

0
164

મણિપુરમાં NRC લાગુ કરવાની માગ થઈ રહી છે.આની વચ્ચે   મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે એનઆરસીને લઈને નિવેદન આપ્યું છે… એન બિરેન સિંહે કહ્યું કે તેમની સરકાર રાજ્યમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) લાગુ કરવા માટે તૈયાર છે પરંતુ.. તેના માટે કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર છે. એન બિરેન સિંહે કહ્યું કે ‘રાજ્ય સરકાર  કેન્દ્રની મંજૂરી  વગર NRC લાગુ કરી શકે નહીં. મણિપુરના મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે મણિપુર સ્ટેટ પોપ્યુલેશન કમિશન (MSPC)ની રચના કરી છે અને તેના સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી છે. તેના દ્વારા રાજ્યમાં આવતા પ્રવાસીઓની ઓળખ કરવામાં આવશે. અહીં રહેતા ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓની ઓળખ કરવા માટે ટૂંક સમયમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. NRCને લઈને મણિપુરના મુખ્યમંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 29 માર્ચે હજારો મહિલાઓએ રાજ્યમાં NRC લાગુ કરવાની માંગ સાથે રેલી કાઢી હતી.