વડોદરામાં લોન આપવાના ઝાંસામાં લઇ લોકોને ઠગતી ગેંગ પકડાઇ

0
162

વડોદરા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો એક ગુન્હો રજીસ્ટ્રર થયેલો છે. આ કામના ફરિયાદી પ્રશાંત નનાવરે પૂણેના વતની છે.વોટર પ્લાન્ટ માટે તેમને નાણાકીય જરૂર હતી.1 કરોડની જરૂર હોવાથી તેમના વિસ્તારમાં ફરી રહ્યા હતા તે દરમ્યાન તેમના મિત્ર મારફતે આરોપીઓનો પરિચય થયો હતો. તેમાં મુખ્ય આરોપી રોહિત જાદવ છે તે પૂણા નજીક રહે છે. તેને ફેસબુક પર જાહેરાત આપી હતી કે અમે પ્રાઇવેટ ફાયનાન્સ કરીએ છીએ.આ બાબતે રોહિત જાદવ અને ફરિયાદી વચ્ચે બે થી ત્રણ મિટીંગો થઇ હતી. બે મહિનાથી આ મિટીંગ ચાલતી હતી.પૈસાની લેવડ-દેવડ મામલે 20 લાખ રૂપિયા ફાયનાન્સના મેનેજર અજીત જોશીને આપશે અને આ મિટીંગ વડોદરામાં કરવાનુ નક્કી કરવામાં આવ્યુ હતુ.

આ કામના ભાગરૂપે આરોપીઓ એક નજીકની હોટલમાં આવી ગયા હતા. આ ગુન્હાહીત મોટુ કાવતરુ છે. ફાયનાન્સની કોઇ પેઢી નથી.આ બધુ જ ફ્રોડ છે.ફરિયાદી પાસે કોઇ માહિતી નથી પરંતુ પોતાનો પ્લાન્ટ વહેલી તકે બને તેની જરૂરિયાત હતી. તેની લાલચમાં છેતરાયો હતો. આ મામલે મુખ્ય આરોપી રોહિત જાદવ, બેન્ક મેનેજર તરીકે અજીત જોશી, અર્ટીકા ગાડી સાથે પૂણેથી નિકળ્યા હતા તેમાં તેનો ડ્રાઇવર દિપક જયસ્વાણી,અન્ય ડ્રાઇવર અમર જયસ્વાણી આ ચાર લોકો એક દિવસ પહેલા વડોદરા આવી ચૂક્યા હતા. 5 તારીખે આ લોકોએ બેન્ક મેનેજર સાથે ફરિયાદી પક્ષની મિટીંગ ગોઠવી હતી. આ મિટીંગ સૂર્યાપેલેસમાં ગોઠવવામાં આવી હતી. ફરિયાદીએ કહ્યુ 1 કરોડ રકમ બતાવો ત્યારે કોથળામાં છે તેમ કહીને બતાવ્યા પણ ખરા,જો કે એ રૂપિયા હતા નહી. એટલે ફરિયાદીને શક ગયો. આ શકના કારણે સહઆરોપીઓ નકલી પોલીસ બનીને ત્યાં આવી જાય છે. આ નકલી પોલીસની પણ ધરપકડ કરવામાં આવી છે.

ફરિયાદીને શક જતા પોલીસનો સંપર્ક કરવાની કોશિશ કરે તે દરમ્યાન આ કામના તમામ આરોપીઓ હોટલથી નાસી છૂટ્યા હતા..પોલીસે અર્ટીકા ગાડીના નંબર આધારે રોડ પર નાકાબંધી કરાવી હતી. જેથી નવસારીથી આ આરોપી પોલીસની નજરે પડ્યા હતા. અને મોડી રાતથી પોલીસે આ કબ્જો સંભાળ્યો છે.આ મામલમાં દસથી વધારે આરોપીઓ સંડોવાયેલા છે.પોલીસે હાલ 6 આરોપીઓની ધરપકડ કરી છે.બાકીના આરોપીઓ પકડવાના બાકી છે જ્યારે 15 લાખ રૂપિયા કબ્જે કરવામાં આવ્યા છે. 5 લાખ બાકી છે.

પકડાયેલ આરોપીઓ

રોહિત ભીમરાવ જાદવ (રહે.મહારાષ્ટ્ર)

દિપક ગુલાબરાય જયસ્વાણી (રહે. મહારાષ્ટ્ર)

અમર ગુલાબરાય જયસ્વાણી (રહે.મહારાષ્ટ્ર)

યશ હેમરાજ રાવલ (રહે.મહારાષ્ટ્ર)

નિર્ભયસિંગ કેવલસિંગ હુંજન (રહે.મહારાષ્ટ્ર)

વિક્રમ વિજય પવાર (રહે.વડોદરા)

નહીં પકડાયેલ આરોપી

અજીત જોશી

પ્રકાશ ઠાકોર

જય સંતોષે તથા અન્ય બે ઇસમ

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસના જણાવ્યા અનુસાર આ ગુન્હાહીત મોટુ કાવતરુ છે આમાં નકલી પોલીસનો ઉપયોગ થયો છે આ તપાસનો વિષય છે.ભૂતડી ઝાપા પાસે આરોપીની એક ઓફીસ છે આ ઓફીસમાં કોણ –કોણ હાજર હતા તે દિશામાં તપાસ કરવામાં આવશે.ભવિષ્યમાં આ મામલે બીજા આરોપીઓ પકડાશે.