ગુજરાતમાં વધુ એકવાર હવામાન વિભાગની આગાહી

0
232
ગુજરાતમાં વધુ એકવાર હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં વધુ એકવાર હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત પર જે સીસ્ટમ સર્જાઈ છે તે જોતા દક્ષીણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં સુરત, ડાંગ,નવસારી, વલસાડમાં આગાહી પ્રમાણે અતિભારે વરસાદ થઇ શકે છે.

આં ઉપરાંત ભરૂચ,વડોદરા,છોટા ઉદેપુરમાં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. જયારે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ થશે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. આ સાથે જ મહેસાણા કચ્છ ,બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે .

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ફરી એક વાર આગાહી કરી છે. જેમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મેઘરાજાની પધરામણી થઇ શકે છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે તારીખ 3 ઓગસ્ટ થી 9 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદ વરસી શકેછે જેમાં દક્ષીણ ગુજરાતમાં આહવા , ડાંગ જીલ્લો, અને વલસાડ પંથકમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર અને દક્ષીણ ગુજરાતમાં વરસાદની આગાહી જોઈએ તો વડોદરા, મહીસાગર અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે જયારે ઉત્તર ગુજરાતમાં પણ માધ્યમ વરસાદ વરસી શકે છે . આ ઉપરાંત આગામી દિવસોમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પૂર્વ ભારતમાં વરસાદનું જોર વધશે 1 ઓગસ્ટથી ડીપ ડીપ્રેશન ઓરિસ્સા કિનારે વધુ મજબુત થશે જેની સીધી અસર ગુજરાત, મહારાષ્ટ્ર , મધ્યપ્રદેશ પર થશે.

VARSAD 1 1

અહી ઉલ્લેખનીય છેકે રાજ્યમાં ચોમાસા દરમિયાન મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. રાજ્યના તમામ તાલુકાઓમાં વરસાદના સમાચાર મળી રહ્યા છે . દક્ષીણ ગુજરાતના જીલ્લાઓ સુરત, વલસાડ,તાપી, નવસારીમાં ભારે વરસાદ ખાબક્યો હતો . તાજેતરમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં આભ ફાટ્યું હતું . સુત્રાપાડામાં 22.5 ઇંચ અને વેરાવળમાં 20 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા હતા. આ ઉપરાંત જૂનાગઢમાં પૂર આવતા શહેરમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા હવામાન વિભાગની આગાહી પ્રમાણે અગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે. એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.

અમદાવાદમાં બે દિવસથી વરસાદી માહોલ યથાવત છે અને હળવા ઝાપટા પડી રહ્યા છે