દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત દબાણ દૂર કરાયા

0
278

મોટી સંખ્યામાં પોલીસ બળ સાથે તંત્રએ દબાણ હટાવ્યા

દાહોદમાં સરકારી અધિકારીઓ દ્વારા રસ્તા ઉપર દબાણોની માપણી કર્યા બાદ રસ્તામાં આવતા હતા તે તમામ ઉપર માર્કિંગ કરવામાં આવ્યું હતું.  ત્યાર પછી તંત્રએ દબાણો દૂર કરવા તમામને નોટિસ આપી હતી.

દાહોદના મુખ્ય પ્રવેશ દ્વાર ગોધરા રોડ તરફથી સ્માર્ટ રોડ બનવાની શરૂઆત થઇ છે. જે અંતર્ગત  આજે વેહલી સવારથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. દાહોદ SDM, ASP, PI , PSI તેમજ પોલીસ નો મોટો કાફલો તથા ફાયર અને નગર પાલિકાની ટીમ તળાવ પર પહોંચી હતી અને દબાણ તોડવાની કામગીરી શરુ કરી હતી. ત્યાર બાદ દાહોદ ગોધરા રોડ પર દબાણો દૂર કરાયા . મોટી સંખ્યામાં પોલીસ બળ હોવાથી કોઈ અનિચ્છનિય બનાવના સમાચાર નથી

અહી ઉલ્લેખનીય છેકે ભારતમાં સ્માર્ટ સીટી અંતર્ગત દરેક રાજ્યમાં શહેરોના વિકાસની ગતિ સતત વધી રહી છે . રોડ , પાણી અને સ્વચ્છતા પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે ત્યારે દાહોદ શહેરમાં પણ આ કામગીરી કરવામાં આવી હતી.

વધુમાં અપને જણાવી દઈએ કે થોડા દોવાસ પહેલા દાહોદ શહેરમાં સ્વચ્છતા અભિયાન પણ શરુ કરાયું છે ગુજરાતના સ્થાપના દિવસથી દાહોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું  હતું

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઇવ

સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ