ચીનના જિજિયાંગ પ્રાંતમાં રહેનાર ઉઈગર મુસ્લિમો પર ચીને રમઝાન મહિનામાં રોઝા રાખવા પર પ્રતિબંધ મૂક્યો દીધો છે. કેટલાક સૂત્રો મુજબ, અહીં મુસ્લિમો રોઝા ના રાખે તે માટે ચીનની સરકાર જાસૂસો દ્વારા નજર પણ રાખી રહી છે. મહત્વનું છે કે, ચીને ઉઈગર મુસ્લિમો પર તેમની સંસ્કૃતિ અને ધર્મનો પ્રભાવ ઓછો કરવા માટે 2017થી રમઝાન દરમિયાન રોઝા રાખવા પર પ્રતિબંધ મૂકવાનો શરુ કર્યો હતો. 2021 અને 2022માં જોકે આ પ્રતિબંધ થોડો હળવો કરાયો હતો અને 65 વર્ષથી વધારે વયના લોકોને રોઝા રાખવા માટે ચીને છૂટ આપી હતી, પરંતુ આ વર્ષે તો તમામ લોકો પર રોઝા રાખવા માટે ચીને પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિયમનું ઉલ્લંઘન કરનારાઓ પર કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.



