ભરૂચના તંત્રની બેદરકારી અને પોતાના જાહેરનામાનો જાતે જ કરેલા ભંગ બદલ રવિવારે એક નિર્દોષ યુવાનને સમયસર સારવાર નહિ મળતા જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તેવા આરોપ લાગ્યા છે, ભરૂચ પાલિકાએ પહેલી મે થી પાંચબત્તી થી શક્તિનાથ રેલવે ગરનાળા સુધીના માર્ગનું પેવર બ્લોક કામ શરૂ કર્યુ હતું જિલ્લા અધિક કલેકટર દ્વારા કામગીરીને લઈ 31 મે સુધી રસ્તો વન વે જાહેર કરાયો હતો.મહત્વની વાત એ છે કે વન વે રસ્તો પણ ખુલ્લો કરાયો નથી, ત્યારે અકસ્માતનો ભોગ બનેલ એક યુવકને હોસ્પિટલ લઇ જવાતો હતો,ત્યાં વન વે પણ ખુલ્લો ન હોવાથી યુવકનું એમ્બ્યુલંસમા જ મોત થઇ ગયુ હતું,તેવો આરોપ તેના ભાઇએ તંત્ર ઉપરલગાવ્ય હતો,
વધ સમાચારો માટે જોતા રહો અમારી વેબ સાઇટ
વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ