ચાલુ સપ્તાહના બીજા ટ્રેન્ડીંગ દિવસે ભારતીય શેરબજારમાં મંદીનું વાતાવરણ રહ્યું હતું. BSE સેન્સેક્સ 413 પોઈન્ટ ઘટીને 61,932 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 112 પોઈન્ટ ઘટી 18,286 પર બંધ પડ્યો હતો. શેયર્સના ઘટાડા પાછળ રિલાયન્સ, HDFC, HDFC બેન્ક, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એપોલો હોસ્પિટલ્સ વધુ જવાબદાર હતા. બેન્કિંગ અને ઓટો સેક્ટર્સની કંપનીઓમાં વધુ ધોવાણ જોવા મળ્યું હતું.