અમદાવાદમાં ૮ વર્ષમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ રૂ. ૮૦ કરોડનો દંડ વસૂલાયો

0
74

અમદાવાદ શહેરમાં 455 ટ્રાફિક પોઇન્ટ ઉભા કરાયા, 16 ટોઈંગ વાન કાર્યરત

ગુજરાત સરકારે હાઇકોર્ટમાં કહ્યું છે કે, અમદાવાદમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ વર્ષ 2015થી 2023 દરમ્યાન એટલે કે, ૮ વર્ષમાં રૂ. 80 કરોડનો દંડ વસૂલાયો છે. સરકારે જણાવ્યું છે કે, અમદાવાદ શહેરને ટ્રાફિકની દ્રષ્ટીએ પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. આ બંને ઝોનના ટ્રાફિક મેનેજમેન્ટ માટે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસને જવાબદારી સોંપાઈ છે. અમદાવાદ શહેરમાં 455 ટ્રાફિક પોઇન્ટ ઉભા કરાયા છે, જ્યારે 16 ટોઈંગ વાન કાર્યરત છે. આ ઉપરાંત, 130 ટ્રાફિક જંકશન્સ પર સીસીટીવીથી ચાંપતી નજર પણ રખાઈ રહી છે અને અલગ અલગ પોઇન્ટ ઉપર સ્પીડ ગનનો પણ ઉપયોગ પણ થઇ રહ્યો છે. આ ઉપરાંત વર્ષ 2015થી અત્યાર સુધીમાં ઇશ્યુ થયેલા ઈ-ચલણની વિગતો પણ કોર્ટમાં મુકાઈ હતી. વર્ષ 2015થી 2023 સુધીમાં 25 લાખ 36 હજાર 545 ઈ-ચલણ ઈશ્યુ થયા હતા.