અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસનો મહત્વનો નિર્ણય

0
210

ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે યોજાનારી મેચ અંગે નિર્ણય

વાહનના પાર્કિંગ માટે એડવાન્સ બુકિંગ કરાવવું પડશે

25 એપ્રિલ, મંગળવારના રોજ અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે, ત્યારે ટ્રાફિકને પહોંચી વળવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય કર્યો છે. લોકોએ વાહનના પાર્કિંગ માટે એડવાન્સ બુકિંગ કરવાનું રહેશે. અમદાવાદમાં મેચ જોવા આવનાર પ્રેક્ષકોએ હાલાકી ન ભોગવવી પડે અને પાર્કિંગની સુવિધા મળી રહે તે માટે દરેક પ્રેક્ષકોએ પોતાનું વાહન ફરજીયાત એડવાન્સ બુક કરીને આવવું પડશે, તેમજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવતા પ્રેક્ષકોને પાર્કિંગ સ્થળોથી સ્ટેડિયમના ગેટ સુધી લાવવા લઈ જવા માટે ફ્રી શટલ સર્વિસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેનાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે.