IIT બોમ્બે વિશ્વની શ્રેષ્ઠ 150 યુનિવર્સિટીઓમાં સામેલ

0
159

IIT બોમ્બે વિશ્વની શ્રેષ્ઠ 150 યુનિવર્સિટીઓમાં સામેલ

આ રેન્કિંગમાં 45 ભારતીય સંસ્થાઓએ ભાગ લીધો હતો

QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ જાહેર

IIT બોમ્બે વિશ્વની શ્રેષ્ઠ 150 યુનિવર્સિટીઓમાં સામેલ થઈ ગઈ છે.આંતરરાષ્ટ્રીય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રથમ વખત ભારત વિશ્વની ટોચની 150 શ્રેષ્ઠ સંસ્થાઓની યાદીમાં સ્થાન પામ્યું છે. ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2024માં આઈઆઈટી બોમ્બે 149માં સ્થાને છે. આમાં, તેના રેન્કિંગમાં 23 સ્થાનનો સુધારો થયો છે. લંડનમાં બુધવારે મધ્યરાત્રિએ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2024 બહાર પાડવામાં આવી છે. એમઆઈટીએ આ વખતે પણ વિશ્વની ટોચની સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટી બીજા, ઓક્સફર્ડ યુનિવર્સિટી ત્રીજા, હાર્વર્ડ યુનિવર્સિટી ચોથા અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી પાંચમા અને લંડનની ઈમ્પિરિયલ કોલેજ છઠ્ઠા સ્થાને છે.

દિલ્હીની IPU સહિત 4 નવી યુનિવર્સિટીઓ ઉમેરાઈ

દિલ્હીની ગુરુ ગોવિંદ સિંહ ઈન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી સહિત 4 નવી ભારતીય યુનિવર્સિટીઓએ પ્રથમ વખત રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે. તેમાં યુનિવર્સિટી ઓફ પેટ્રોલિયમ એન્ડ એનર્જી સ્ટડીઝ (UPES), ચિત્કારા યુનિવર્સિટી, ગુરુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીનો  સમાવેશ થાય છે.

સંસ્થારેન્કિંગ 2024રેન્કિંગ 2023
સંસ્થા149172
IIT બોમ્બે197174
આઈઆઈટી દિલ્હી225155
IISc271270
IIT ખડગપુર278264
IIT કાનપુર285250
IIT મદ્રાસ364384
IIT ગુવાહાટી369369
IIT રૂરકી407521
દિલ્હી યુનિવર્સિટી601601

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) બોમ્બે ભારતીય ઉચ્ચ શિક્ષણ માટે ઉભરી આવ્યું છે. છેલ્લાં પાંચ વર્ષમાં સંશોધનની ગુણવત્તા અને પ્રતિષ્ઠામાં સતત સુધારાને કારણે તેને ટોચની 150 યાદીમાં સ્થાન મળ્યું છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ