બસમાં હવે તમે ઉંચા અવાજે વાત કરશો તો થશે દંડ

0
243

બસમાં તમે ઉચા અવાજે વાત નહી કરી શકો,, સાથે હેડ ફોન લગાવ્યા વગર મોબાઇલ પર ઓડિયો વિડીયો નહી જોઇ શકો,, વાત મુંબઇની છે, જ્યાં બૃહન્મુંબઇ ઇલેટ્રીક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ એટલે કે બેસ્ટે નિર્ણય કર્ય છે, આ નિર્ણય મુસાફરોની ફરિયાદ બાદ લેવાયો છે, બેસ્ટના અધિકારીઓએ જણાવ્યુ છે કે જે રીતે મુસાફરોની ફરિયાદ મળી હતી તેના પગલે નોટિફિકેશન જારી કરી દેવાયો છે, સાથે જો કોઇ પ્રવાસી પોતાના સહ પ્રવાસીને જોર જોરથી બુમ પાડીને વાતો કરીને,,અથવા તો હેડ ફોન વગર  ગીતો કે ફિલ્મ જોઇને હેરાન કરશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, બેસ્ટે કહ્યું છે કે ખાનગી કંપનીઓએ ભાડેથી લીધેલા બસો અને વાહનોમાં પણ આ નિયમ લાગુ  પડશે, બેસ્ટ મુબઇ ,થાણે નવી મુંબઇ, મીરા- ભાંયંદરમા 3400 બસોનું સંચાલન કરે છે અને 30 લાખથી વધુ મુસાફરો આ સેવાનો લાભ લે છે,