ICMR guideline : ‘ચા‘ ને જીવ કહેવા વાળા લોકો આ વાંચી લો , ICMR એ કહ્યું ચા તો જોખમી છે !!  

0
329
ICMR guideline
ICMR guideline

ICMR guideline :  શું તમારે પણ થોડા થોડા સમયે ચા કોફી પીવાની આદત છે, તો આ આદત જલ્દીથી સુધારી લો, નહિ તો તમારા સ્વાસ્થને મોટું નુકશાન થઇ શકે છે, ICMR એ એક ગાઈડલાઈન બહાર પાડીને વધુ ચા-કોફીનું સેવન કરનારા લોકો માટે ચેતવણી આપી છે.


ICMR guideline :   હેલ્ધી ઈટિંગ હેબિટ્સને પ્રમોટ કરવા માટે આઈસીએમઆર (ICMR) એ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ન્યૂટ્રિશને કેટલીક ગાઇડલાઇન જાહેર કરી છે. તેમાં ચા અને કોફીનું સેવન કરનાર લોકો માટે પણ જરૂરી વાતો સામેલ છે, જે હેલ્ધી બોડી માટે ખુબ મહત્વની છે. કારણ કે કેફીનનું વધન સેવન ઘણા હેલ્થ રિસ્કથી સંબંધિત હોય છે. 

ICMR guideline

ICMR guideline :   દિશાનિ્દેશોમાં તે પણ કહેવામાં આવ્યું છે કે દૂધ વગરની ચા પીવાથી કેટલાક સ્વાસ્થ્ય લાભ મળે છે, જેમાં બ્લડ સર્કુલેશનમાં સુધાર અને કોરોનરી ધમની રોગ અને પેટના કેન્સર જેવી સ્થિતિઓનું  ઓછું જોખમ સામેલ છે. પરંતુ આ લાભ ત્યારે મળે છે જ્યારે તમે તેનું સેવન યોગ્ય માત્રા, યોગ્ય સમય અને યોગ્ય રીતે કરો.

ICMR guideline

ICMR guideline :   ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ ભારતીયોને ચા અને કોફી પીવાને મર્યાદિત કરવાની સલાહ આપી છે. ICMR દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (NIN) સાથેની ભાગીદારીમાં બહાર પાડવામાં આવેલ ગાઇડલાઇનમાં જણાવ્યું હતું કે ચા અને કોફી વધુ પડતી પીવાનું ટાળવું જોઇએ કારણ કે તેમાં કેફીન હોય છે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરે છે અને સાઇકોલોજિકલ ડિપેન્ડેસી તરફ દોરી શકે છે. આ ઉપરાંત સંસ્થાએ પ્રોટીન સપ્લીમેન્ટ્સ ટાળવાની પણ સલાહ આપી છે.

ICMR guideline :    ક્યારે પીવી જોઈએ ચા-કોફી?

ICMR guideline


ICMR guideline :    મેડિકલ બોડી આઈસીએમઆર ચા-કોફી ભોજનના 1 કલાક પહેલા અને 1 કલાક બાદ પીવાની સલાહ આપે છે. તેનું કારણ છે કે આ પેય પદાર્થોમાં ટેનિનની હાજરી હોય છે, જે શરીરમાં આયરનના શોષણને રોકી શકે છે. તેનાથી સંભવિત રૂપથી આરયનની કમી અને એનીમિયા જેવી સ્થિતિઓ પેદા થાય છે. આ સિવાય વધુ પડતી કોફીનું સેવન કરવાથી બ્લડ પ્રેશર વધી શકે છે અને હાર્ટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો