ICE TRUCK : બેંગલુરુમાં લોકો રસ્તા પર ચાલતી ટ્રક પર શોરૂમ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, લોકોને આ સ્ટાર્ટઅપનો આ ક્રિએટિવ આઈડિયા પસંદ આવી રહ્યો છે.
બેંગ્લુરુ શહેર ભારત દેશનો આઈટી હબ માનવામાં આવે છે. પરંતુ એના કરતા વધારે આ શહેર તેના ટ્રાફિક, હવામાન અને ફૂડના કારણે વધારે ચર્ચામાં રહે છે. તો આજકાલ બેંગ્લુરુને સ્ટાર્ટ અપ સિટી પણ કહેવામાં આવે છે. બેંગલુરુને ક્રિએટીવ અને સ્ટાર્ટઅપ કેપિટલનું શહેર કહેવામાં આવે છે. ઘણી વખત આપણે આ શહેરમાં એવી વસ્તુઓ જોઈએ છીએ જે કદાચ બીજે ક્યાંય શક્ય નથી. બેંગલુરુના લોકોનો પોસાય તેવા ભાવે સારું ઘર શોધવાનો સંઘર્ષ હોય, ત્યાંનો ટ્રાફિક હોય કે પછી વિવિધ પ્રકારની નવીનતાઓ. બેંગલુરુ દરેક રીતે અન્ય શહેરોથી અલગ છે અને ફરી એકવાર બેંગલુરુમાં કંઈક એવું જોવા મળ્યું છે જે તમને પ્રભાવિત કરી શકે છે. પોતાના ટ્રાફિક અને હવામાનથી લોકોને ચોંકાવનારા આ શહેરે હાલમાં એક ટ્રકને લઈ ચોંકાવી દીધા.
શહેરના લોકોએ જોયું કે રસ્તા પર એક ટ્રક સંપૂર્ણપણે કપડાંના શોરૂમમાં ફેરવાઈ ગઈ હતી. આ મોબાઈલ શોરૂમ જોતજોતામાં વાઈરલ થઈ ગયો. લોકોને આ સ્ટાર્ટઅપનો આ ક્રિએટિવ આઈડિયા પસંદ આવી રહ્યો છે.
બેંગલુરુમાં એક મોબાઈલ કપડાનો શોરૂમ રોડ પર જોવા મળ્યો હતો. તેની તસવીર એક સોશિયલ મીડિયા યુઝરે શેર કરી. X યુઝર @Pakchikpak રાજા બાબુએ આ તસવીર પોતાના હેન્ડલ પર શેર કરી છે જે હવે વાયરલ થઈ રહી છે.
તસવીરમાં એક કાળી ટ્રક છે જેની અંદર કપડાં શોરૂમની જેમ સરસ રીતે ડિસ્પ્લે કરેલા છે. ટ્રક (ICE TRUCK) ને સારી રીતે કાંચથી કવર કરવામાં આવ્યું છે જેથી શોરુમનો લૂક મળી શકે. આ એક મોબાઈલ શોરૂમ છે, જેને જોઈને ઈન્ટરનેટ પબ્લિક પ્રભાવિત થઈ છે અને લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
ICE TRUCK વિશે ઉઝર્સે શું લખ્યું
એક યુઝરે લખ્યું છે – એક રીતે જોઈએ તો સારું છે કે મોટા મોલના શોરૂમમાં લોકો જે કરે છે તે ટ્રક (ICE TRUCK) માં થઈ રહ્યું છે.
અન્ય વ્યક્તિએ લખ્યું છે – આ ‘પીક બેંગલુરુ મોમેન્ટ’નો બીજો એપિસોડ છે.
એક વ્યક્તિએ લખ્યું છે – બેંગલુરુમાં લોકો માર્કેટ કરતાં ટ્રાફિકમાં વધુ સમય વિતાવે છે, તેથી આ બિલિયન ડોલર સ્ટાર્ટઅપ બનવા માટે તૈયાર છે.
વિચારવા જેવી વાત એ પણ છે કે, આ ટ્રકના કાંચ પર ધુમ્મસ અને પાણી દેખાઈ રહ્યું છે. જેના કારણે લોકોએ આ ટ્રકને ICE TRUCK નામ આપ્યું છે. હવે તમે વિચારશો કે આ વાત તો જુની થઈ ગઈ. અત્યારે શું કામ આ વિશે વાંચી રહ્યા છે. કેમ કે, ગુરુવારે આમાં એક ટ્વિસ્ટ આવી. અને ઈન્ડસ્ટ્રીની મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ સેલેબ – ઉર્ફી જાવેદ આ આઈસ ટ્રકમાં જોવા મળી હતી.
ઉર્ફીના વીડિયો બાદથી ફરી એકવાર આ ટ્રકની ચર્ચા થવા લાગી છે અને લોકો મોબાઈલ શોરૂમની મુલાકાત લેવા પહોંચી રહ્યા છે. બેંગ્લુરુવાસી ક્યારેય નવા આઈડિયાઝને સ્વીકારવામાં પાછળ નથી રહેતા, આવું જ કઈક આપણે ટ્રક ડ્રાઈવરોની હડતાળ દરમિયાન પણ જોઈ ચુક્યા છે.
ઘોડા પર ફૂડ ડિલિવરી
થોડા દિવસો પહેલા જ ટ્રક ડ્રાઈવરોની હડતાળ દરમિયાન પટ્રોલ પુરું થઈ જતાં એક Zomato ડિલિવરી બોય ઘોડા પર સવાર થઈને ફૂડ ઓર્ડર કરતો જોવા મળ્યો હતો. ત્યારે હેદ્રાબાદ શહેરે બેંગ્લુરુને કોમ્પિટીશન આપ્યું હોય તેવી ચર્ચા ચાલી હતી, જો કે, તે સમય પણ બેંગ્લુરુ લાઈમલાઈટમાં આવ્યું હતું અને ફરી એકવાર કંઈક આવું જ બન્યું છે. તો તમને આ આઈસ ટ્રકનો સ્ટાર્ટઅપ આઈડિયા કેવો લાગ્યો? આ આર્ટીકલના કોમેન્ટ બોક્સમાં તમે પણ જણાવો.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો