ICC Women T20 World Cup :મહિલા T20 વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર: ભારત-પાકિસ્તાન વચ્ચે 14 જૂને હાઈ-વોલ્ટેજ જંગ, પ્રથમ વખત 12 ટીમો ટકરાશે

0
78
ICC Women T20 World Cup
ICC Women T20 World Cup

ICC Women T20 World Cup :ક્રિકેટના મેદાનમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને થશે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા મહિલા T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પ્રથમ વખત સૌથી વધુ 12 ટીમો ભાગ લેવાની છે, જે ખિતાબ જીતવા માટે મેદાનમાં ઉતરશે.

ICC Women T20 World Cup :ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં

ICC Women T20 World Cup

ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી 12 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન બંનેને ગ્રુપ-1માં રાખવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે ચાહકોને ફરી એકવાર રોમાંચક ‘મધર ઓફ ઓલ બેટલ્સ’ જોવા મળશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ મહામુકાબલો 14 જૂને રમાશે.

ICC Women T20 World Cup :ટૂર્નામેન્ટનું માળખું

  • શરૂઆત: ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 12 જૂને યજમાન ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે.
  • સમયગાળો: આ વર્લ્ડ કપ 12 જૂનથી 5 જુલાઈ સુધી ચાલશે.
  • ગ્રુપ વિભાજન: દરેક ગ્રુપમાં 6-6 ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વર્લ્ડ કપ 2026ના ગ્રુપ પર એક નજર:

ગ્રુપ 1: ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સ.

ગ્રુપ 2: ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ.

ICC Women T20 World Cup

ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ

મહિલા ક્રિકેટમાં વધી રહેલા ક્રેઝ વચ્ચે આ વખતે 12 ટીમોની ભાગીદારી ટૂર્નામેન્ટને વધુ સ્પર્ધાત્મક બનાવશે. ભારતીય મહિલા ટીમ આ વખતે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા જેવી મજબૂત ટીમો સામે ગ્રુપ સ્ટેજમાં ટકરાશે, જે તેમના માટે મોટો પડકાર સાબિત થશે.

આ પણ વાંચો :હવે ‘કેરળ’ નહીં પણ ‘કેરલમ’ કહેવાશે આ દક્ષિણ ભારતીય રાજ્ય, કેન્દ્રની મંજૂરી