આઈ.એ.એસ. નિધિ ચૌધરીએ બનાવ્યા શિવ આરાધના પર ચિત્રો  

2
69
આઈ.એ.એસ. નિધિ ચૌધરીએ બનાવ્યા શિવ આરાધના પર ચિત્રો  
આઈ.એ.એસ. નિધિ ચૌધરીએ બનાવ્યા શિવ આરાધના પર ચિત્રો  

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોય અને ભગવાન શિવ અને તેમની આરાધનાનો મહિનો ચાલી રહ્યો છે . ભગવાન શિવ પર અનેક કલાકારોએ પોતાની કળા કૃતિઓનું સર્જન કર્યું છે . શિવ અને કલાકારનો સંબંધ એક સાધના છે . કલા સાથેનો સંબંધ શિવ પરમાત્મા સુધી પહોંચવા માટેની પ્રાર્થના સમાન હોય છે. જેમાં કલાકારના સંસ્કાર, સંસ્કૃતિ, આચાર – વિચાર તેમજ કલ્પના ઓનું પ્રતિબિંબ જોવા મળે છે. શ્રાવ ના પવિત્ર મહિનામાં દેવાધિદેવ મહાદેવના જુદાજુદા સ્વરૂપો દર્શાવતા સુંદર ચિત્રો  કેનવાસ  પર સહજતા પૂર્વક સર્જન પામ્યા છે.ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે સુંદર શોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. જેમાં આઈ.એ.એસ. નિધિ ચૌધરી મુંબઈથી આવ્યા હતા. અમદાવાદની ગુફા ખાતે પોતાની કલાના સર્જનનો પરિચય કરાવ્યો હતો.

માં આઈ.એ.એસ. નિધિ ચૌધરી મુંબઈથી આવ્યા હતા. અમદાવાદની ગુફા ખાતે પોતાની કલાના સર્જનનો પરિચય કરાવ્યો હતો.

આઈ.એ.એસ. નિધિ ચૌધરીને બાળપણથીજ ચિત્રો બનાવવાનો શોખ રહયો છે. શાળાનાં અભ્યાસ કાળ દરમ્યાન હૃદયના ભાવને તથા ગમતા વિષયને તેઓએ પોતાની કલા ધ્વારા બહાર લાવવાનો પ્રયાસ કર્યોછે. પરંતુ આગળના અભ્યાસને પૂર્ણ ન્યાય આપવા તથા પોતાના ગૉલ સુધી પહોંચવા સખ્ખત મહેનત કરવા માટે ચિત્રકલાને ન્યાય આપી શક્યા  ન હતા. ઉચ્ચ અભ્યાસ બાદ હાલ તેઓ ( આઈ.એ.એસ.  જોઇન્ટ કમિશ્નર જી.એસ.ટી. ) પદ ઉપર છે. પરંતુ ૨૦૧૯માં  તેઓ મેટરનિટી લીવ પર હતા ત્યારે તેઓએ ફરીથી ચિત્રકલાને  ન્યાય આપી સુંદર ચિત્રોનું  સર્જન શરૂ કરી દીધું. જેનાથી તેઓ જીવનનો સાચો આનંદ લઇ શક્યા. ચિત્ર દોરવા લાગે ત્યારે જાણે મેડિટેશન કરતાહોય તેવી ફ્રેશનેસ તથા એનર્જી પ્રાપ્ત થતી. મન પ્રસન્ન રહેતું. ફરીથી નોકરી શરૂ  કરતાં તેઓ એ ચિત્રસર્જન ચાલુ રાખવાનું  નક્કી કર્યું.

WhatsApp Image 2023 08 23 at 09.47.09 1

પોતાના પદની ખુબ મોટી જવાબદારી હોવા છતાં પણ અન્ય સમયનો સદુપયોગ કરીને કલાસર્જન ચાલુ રાખ્યું. જેનાથી કામના તણાવને હળવો કરી શકતા. સમય પસાર થતા બન્ને બાળકો પણ મોટા થવા લાગ્યા. માતાને ચિત્ર દોરતા જોઈ તેઓને પણ ચિત્રદોરવાનો શોખ જાગૃત થયો. સાથે સાથે બન્ને બાળકો પણ ચિત્રોદોરવા લાગ્યા. પછીતો ચિત્રસર્જન ઘરની એક પ્રવૃત્તિ બનવા લાગી. આઈ.એ.એસ. નિધિ ચૌધરી ચારધામ દરમ્યાન કેદારનાથ ના દર્શન કરવા ગયા ત્યારે ત્યાં શિવજીના મંદિરમાં શિવ પર આધારિત ચિત્રોનું સર્જન કરવાની પ્રેરણા પ્રાપ્ત થઇ.

WhatsApp Image 2023 08 23 at 09.47.11

જિંદગીમાં કોઈ એવા તબક્કે બદલાવ આવે છે. એટલે કે  પ્રેરણા મળે છે. જો તે સમયને જાણી જઈએ અને પોતાના જીવનને તે પ્રમાણે બદલી શકીયે તો તે સોનામાં સુગંધ ભાળ્યા બરાબર હોય છે. તેઓએ મળેલી પ્રેરણાને અમલમાં મૂકી શિવ પર આધારિત ચિત્ર શ્રેણી શરૂ કરી. આ પ્રત્યેક ચિત્રો શિવજીને સમર્પિત છે. શિવજી તથા નંદી, ધ્યાનસ્થ શિવજી, હિમાલયની બર્ફીલી ચોટીઓ, અદભુત સંગીતનું સર્જન કરવામાં મગ્ન શિવજી, શિવનો પ્રભાવ, શિવ પાર્વતી જેવા ઘણાં ચિત્રો નું સર્જન ખૂબજ સુંદરતા પૂર્વક કરવામાં આવ્યું છે.    આ સુંદર શોને પોતાના  વરદ હસ્તે દિપ પ્રાગટ્ય ધ્વારા આઈ.પી.એસ. વિધિ ચૌધરીએ ખુલ્લો મુકયો હતો. તેમજ આ કલા પ્રદર્શન તથા કલા વિષેનું મહત્વ જણાવ્યું હતું.

2 COMMENTS

Comments are closed.