શુભમ સોનીનો દાવો – “હું મહાદેવ બેટિંગ એપનો માલિક છું, ભૂપેશ બઘેલના કહેવા પર દુબઈ ગયો હતો.”

1
48
I am the owner of Mahadev Betting App
I am the owner of Mahadev Betting App

મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ (Mahadev Betting App) ના કેસમાં આરોપી શુભમ સોની  (Shubham Soni)  એ દુબઈથી વીડિયો બનાવીને નિવેદન જાહેર કર્યું છે. તેણે કહ્યું છે કે તે મહાદેવ એપનો અસલી માલિક છે અને તે ભૂપેશ બઘેલના કહેવા પર દુબઈ ગયો હતો. તેણે છત્તીસગઢના (Chhattisgarh)  મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ (Bhupesh Baghel) પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તાજેતરમાં 5.39 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. ED અનુસાર, આ રકમ શુભમ સોનીએ દુબઈથી ભૂપેશ બઘેલ માટે મોકલી હતી.

ED અનુસાર, આસિમ દાસ શુભમ સોનીના નિર્દેશ પર આ રોકડ આપવા જઈ રહ્યા હતા. શુભમ સોની ED ના મની લોન્ડરિંગ કેસમાં વોન્ટેડ છે.

  • વર્ષ 2021માં મહાદેવ બેટિંગ એપની શરૂઆત :

મહાદેવ એપના (Mahadev Betting App) પ્રમોટરના નજીકના શુભમ સોનીએ રવિવારે એક વીડિયો મેસેજમાં દાવો કર્યો હતો કે ‘હું મહાદેવ બેટિંગ એપનો માલિક છું’ (I am the owner of Mahadev Betting App). તેણે પોતાનું પાન કાર્ડ, આધાર કાર્ડ અને પાસપોર્ટ બતાવ્યો અને દાવો કર્યો કે તેણે વર્ષ 2021માં મહાદેવ બેટિંગ એપ શરૂ કરી હતી.

સોનીએ કહ્યું, “મેં ભિલાઈમાં એક નાનું બૂક શરૂ કર્યું હતું. એ બૂકમાંથી પૈસા આવવા લાગ્યા, જીવનશૈલી બદલાઈ ગઈ. મામલો પ્રકાશમાં આવવા લાગ્યો અને છોકરાઓ પકડાવા લાગ્યા. પછી હું વર્માજીના સંપર્કમાં આવ્યો અને મેં તેમને પ્રોટેક્શન મની તરીકે દર મહિને 10 લાખ રૂપિયા આપવાનું શરૂ કર્યું.

  • “CM સાહેબે કહ્યું કે તમારું કામ વધારી દો અને દુબઈ જાવ.”

તેણે કહ્યું, “જ્યારે મારા છોકરાઓ પકડાયા, ત્યારે મેં વર્માજીને કહ્યું. વર્માજીએ ફરીથી મારી સીએમ સાહેબ સાથે મુલાકાત ગોઠવી. ત્યાં બિટ્ટુજી અને સીએમ સાહેબે કહ્યું કે કામ વધારી દો અને દુબઈ જાવ. ત્યાં મારું કામ બરાબર ચાલતું હતું, પણ પછી એક સમસ્યા થઈ, મારા છોકરાઓ પકડાઈ ગયા. હું રાયપુર આવ્યો અને પછી વર્માજી અને ગિરીશ તિવારી દ્વારા હું તત્કાલીન એસપી પ્રશાંત અગ્રવાલને મળ્યો.

3 5
Chhattisgarh Chief Minister Bhupesh Baghel

શુભમે કહ્યું, “પ્રશાંત અગ્રવાલે મુખ્યમંત્રી બઘેલ સાથે તેમના ફોન પરથી સ્પીકર ચાલુ કરીને વાત કરાવી. તેણે કહ્યું કે, તને ત્યાં કામ સંભાળવા મોકલ્યો હતો એટલે તું બોસ બની ગયો. જ્યારે મેં વિનંતી કરી ત્યારે તેણે કહ્યું કે પ્રશાંત સાથે વાત કરો અને તે સમજાવશે કે તમારે શું કરવાનું છે. પછી પ્રશાંતજી મને જે પણ કહ્યું તે બધું મે કર્યું/ જેને-જેને આપવાનું કહ્યું મે તે બધું આપ્યું. બિટ્ટુ ભૈયા દ્વારા 508 કરોડ રૂપિયા પણ આપ્યા છે, તેમ છતાં તેઓ મને હેરાન કરી રહ્યા છે.

  • “મારે ભારત આવવું છે, મને મદદ કરો”

શુભમ સોનીએ જણાવ્યું હતું કે, મેં મારા લેખિત નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોને કેટલા રૂપિયા, ક્યારે અને કઈ રીતે આપવામાં આવ્યા હતા. સરકારને મારી વિનંતી છે કે હું આ રાજકીય વ્યવસ્થામાં ફસાઈ ગયો છું. મારે ભારત આવવું છે, મને મદદ કરો.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.