ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર, મેટ્રો ટ્રેનનો સમય લંબાવાયો

0
155
ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર, મેટ્રો ટ્રેનનો સમય લંબાવાયો
ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર, મેટ્રો ટ્રેનનો સમય લંબાવાયો

ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર, મેટ્રો ટ્રેનનો સમય લંબાવાયો

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા ખાતે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખી મેટ્રો ટ્રેનનો સમય લંબાવાયો

વર્લ્ડ કપ ક્રિકેટ મેચના દિવસે મેટ્રો ટ્રેન રાત્રિના 1 વાગ્યા સુધી ચાલુ રહેશે

ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર છે.મેટ્રો ટ્રેનનો સમય લંબાવાયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી દિવસોમાં યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ મેચોને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે તારીખે વર્લ્ડ કપ ક્રિકેટ મેચ યોજાશે તે દિવસે મેટ્રો ટ્રેન સવારના 6:20 કલાકથી રાત્રિના 1:00 કલાક સુધી ચાલુ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાઓ  સવારે 6:20 થી રાત્રે 10:00 વાગ્યા સુધી સમગ્ર દિવસ દરમિયાન નિશ્ચિત 12 મિનિટનાં અંતરાલ પર કાર્યરત છે. વર્લ્ડ કપ ક્રિકેટ મેચ યોજાનાર તા. 05/10/23, તા. 14/10/23, તા. 04/11/23, તા. 10/11/23, તા. 19/11/23 ના દિવસે મેટ્રો ટ્રેન સેવાઓ સવારના 6:20 કલાકથી રાત્રિના 1:00 કલાક સુધી ચાલુ રહેશે.રાત્રે 10:00 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો પર માત્ર નિકાસ દ્વાર જ ખોલવામાં આવશે.મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર પ્રવેશદ્વાર ઉલ્લેખિત તારીખે રાત્રિના 01:00 કલાકે છેલ્લી ટ્રેન સેવાનાં પ્રસ્થાન સુધી ખોલવામાં આવશે.મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પરથી પરત મુસાફરી માટે ટિકિટની ખરીદીમાં ભીડ ટાળવા તથા મુસાફરોની સુવિધા માટે પેપર ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે પરત મુસાફરી માટે મેચના દિવસે રાત્રે 10:00 કલાક પછી કોઈપણ સ્ટેશન સુધીની મુસાફરી માટે ₹ 50 નાં નિશ્ચિત દરે ખરીદી શકાશે, તેવું ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ જણાવાયું છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ