ટ્રોફી જીતવાનું હૈદરાબાદનું સપનું ચકનાચૂર

0
41

લખનૌ સુપર જાયન્ટ્સે ૭ વિકેટે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું

હૈદરાબાદ – ૧૮૨/૬, લખનૌ – ૧૮૩/૩

રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડીયમ, હૈદરાબાદ ખાતે IPL ૨૦૨૩ની ૫૮મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત ખાસ નહોતી રહી. હૈદરાબાદે પોતાની પ્રથમ વિકેટ માત્ર ૧૯ રનના સ્કોરે ગુમાવી દીધી હતી. અભિષેક શર્મા માત્ર ૭ રન ફટકારીને પેવેલિયન પરત ફર્યો હતો. ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટના ભોગે ૧૮૨ રન ફટકાર્યા હતા. ક્લાસેને હૈદરાબાદ તરફથી સર્વાધિક ૨૯ બોલમાં ૪૭ રન ફટકાર્યા હતા, ત્યારબાદ અબ્દુલ સમદે ૨૫ બોલમાં ૩૭ રન ફટકાર્યા હતા. લખનૌ તરફથી કૃણાલ પંડ્યાએ ૪ ઓવરમાં ૨૪ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી. ૧૮૩ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમની શરુઆત પણ કઈ ખાસ નહોતી રહી. લખનૌએ માત્ર ૧૨ રનના સ્કોરે જ પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. મેયર્સ માત્ર ૨ રન ફટકારી પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ ટીમે શાનદાર પ્રદર્શન કરતા ૧૯.૨ ઓવરમાં માત્ર ૩ વિકેટના ભોગે ૧૮૫ રનનું લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. લખનૌ તરફથી પ્રેરક માકંડે ૪૫ બોલમાં સર્વાધિક ૬૪ રનની ઇનિંગ રમી હતી, જયારે સ્ટોઇનીસ ૪૦ રન ફટકાર્યા હતા. નિકોલસ પૂરને ઝંઝાવાતી બેટિંગ કરતા ૧૩ બોલમાં અણનમ ૪૪ રન ફટકાર્યા હતા. આમ આ મેચમાં લખનૌનો ૭ વિકેટે શાનદાર વિજય થયો હતો. જીતની સાથે જ લખનૌનો પ્લેઓફમાં જવાનો રસ્તો વધુ મોકળો બની ગયો છે, જયારે હૈદરાબાદનું ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર થઇ ચૂક્યું છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.